GSSSB Bharti 2025 : ધો.12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી માહિતી

GSSSB Municipal Sanitary Inspector Bharti 2025:ઓજસ GSSSB ભરતી 2025 અંતર્ગત મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3ની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
September 09, 2025 13:50 IST
GSSSB Bharti 2025 : ધો.12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025 વિવિધ પોસ્ટ નોકરી - photo- X @GSSSB_OFFICIAL

GSSSB Municipal Sanitary Inspector Recruitment 2025: ગુજરાત સરકારમાં નોકરી મેળવવા ઈચ્છા અને ધોરણ 12 પાસ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3 સંવર્ગની કુલ 75 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 1 સપ્ટેમ્બર 2025થી શરુ થઈ ચુકી છે.

ઓજસ GSSSB ભરતી 2025 અંતર્ગત મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3ની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ
પોસ્ટમ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3
જગ્યા75
વય મર્યાદા18થી 33 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2025
ક્યાં અરજી કરવી?https://ojas.gujarat.gov.in/

GSSSB ભરતી 2025, પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામનત29
આર્થિક રીતે નબળા7
અનુ.જાતિ7
અનુ.જન.જાતિ13
સા.શૈ.પ.જાતિ19
કુલ75

GSSSB Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા (HSC) એટલે કે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ
  • સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ શિક્ષણ સંસ્થામાંથી મેળવેલ ઓછામાં ઓછો એક વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ.
  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈપણ સંસ્થામાંથી મેળવેલ ઓછામાં ઓછું એક વર્ષનું આરોગ્ય સેનિટરી ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • કમ્પ્યુટરના ઉપયોગનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવો જોઈએ અને 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

Gujarat bharti 2025 – પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 રૂપિયા પ્રતિ માસ ફિક્સ વેતન મળશે. પાંચ વર્ષના અંતે ઉમેદવારોની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીના સાતમા પગાર પંચના ₹25,000થી ₹81,100 (લેવલ-4) ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ