Ojas New Bharti 2025, BMC recruitment 2025, ભાવનગર મહાનગરપાલિકા ભરતી : સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે વધુ એક તક આવી ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી હતી. સીટી એન્જીનીયરથી લઈને કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ) સહિતની કુલ 08 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.
ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા ભાવનગર મહાનગરપાલિકા (BMC) પોસ્ટ વિવિધ જગ્યા 8 વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in/

ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા સીટી એન્જીનીયર 1 એડીશનલ સીટી એન્જીનીયર 1 ગાયનેકોલોજીસ્ટ 1 પીડીયાટ્રીશિયન 3 ઈ.ડી.પી. મેનેજર 1 કાર્યપાલક ઈજનેર(પર્યાવરણ) 1 કુલ 8
BMC ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થાએ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત ચોક્કસ લેવી.
વય મર્યાદા
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માટે ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
પગાર ધોરણ
પોસ્ટ પગાર સીટી એન્જીનીયર ₹78,800-₹2,09,200 એડીશનલ સીટી એન્જીનીયર ₹67,700-₹2,08,700 ગાયનેકોલોજીસ્ટ ₹67,700-₹2,08,700 પીડીયાટ્રીશિયન ₹67,700-₹2,08,700 ઈ.ડી.પી. મેનેજર ₹53,100-₹1,67,800 કાર્યપાલક ઈજનેર(પર્યાવરણ) ₹56,100-₹1,75,500
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી
- ભાવનગર મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં BMC ભરતી ઉપર ક્લિક કરવાથી ભાવનગર મહાનગરપાલિકાની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી





