Ojas New Bharti 2025 : ગુજરાત સરકારમાં ₹49,600 વાળી 100 નોકરીઓ, લાયકાતથી લઈને બધી જ માહિતી અહીં વાંચો

New Ojas GSSSB Recruitment 2025 in Gujarati: ઓજસ નવી ભરતી અંતર્ગત GSSSB પ્લાનિંગ આસિસ્ટન્ટ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

New Ojas GSSSB Recruitment 2025 in Gujarati: ઓજસ નવી ભરતી અંતર્ગત GSSSB પ્લાનિંગ આસિસ્ટન્ટ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
ઓજસ નવી ભરતી 2025 |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી|ojas new bharti 2025|GSSSB Recruitment 2025

ઓજસ નવી ભરતી 2025 |ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo - X @GSSSB_OFFICIAL

Ojas GSSSB Planning Assistant Bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે અત્યારે જોરદાર તક છે. અત્યારે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભરતી ચાલી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વધુ એક નોકરીના દ્વાર ખોલ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ ખાતાના વડા નગર આયોજન અને મુલ્યાંકન ખાતામાં પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3ની કૂલ 100 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે ઉમદેવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી અંતર્ગત GSSSB પ્લાનિંગ આસિસ્ટન્ટ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ojas New Bharti 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
પોસ્ટપ્લાનિંગ આસિસ્ટન્ટ
જગ્યા100
વય મર્યાદ18થી 35 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત40
આર્થિક રીતે નબળા12
અનુ.જાતિ6
અનુ.જન જાતિ16
સા.શૈ.પ.વર્ગ26
કુલ100

ઓજસ નવી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સિવિલ અથવા આર્કિટેક્ચર અથવા પ્લાનિંગમાં એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતું હોવું જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.

વય મર્યાદા

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરેલી પ્લાનિંગ આસિસ્ટન્ટ ભરતી માટે ઉમદેવારોની ઉંમરની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાાદમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને શરુઆતમાં પાંચ વર્ષ ₹49,600 માસિક ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષકારક કામગીરી જણાતા સાતમા પગાર પંચના લેવલ 8 પ્રમાણે ₹44,900થી ₹1,42,400 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી