Ojas GSSSB Bharti 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, અહીં વાંચો બધી માહિતી

New Ojas GSSSB Recruitment 2025 in Gujarati: ઓજસ નવી ભરતી અંતર્ગત GSSSB સર્વેયર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં જાણો.

New Ojas GSSSB Recruitment 2025 in Gujarati: ઓજસ નવી ભરતી અંતર્ગત GSSSB સર્વેયર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં જાણો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
GSSSB Surveyor Recruitment 2025 in Gujarati

દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાતમાં સરકારી નોકરી - photo- freepik

Ojas GSSSB Surveyor Bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી :ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરીની તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી (GSSSB) દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના નગર આયોજન અને મુલ્યાંક ખાતામાં સર્વેયર વર્ગ-3 સંવર્ગની કૂલ 5 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

ઓજસ નવી ભરતી અંતર્ગત GSSSB સર્વેયર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં જાણો.

ઓજસ નવી ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગશહેરી વિકાસ અને શહેરી ગૃનિર્માણ વિભાગ
પોસ્ટસર્વેયર વર્ગ-3
જગ્યા5
વય મર્યાદા18થી 33 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/

GSSSB ભરતી 2025ની પોસ્ટની વિગતો

ગુજરાત ગૌણ સેવા પસંદગી (GSSSB) દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળના નગર આયોજન અને મુલ્યાંક ખાતામાં સર્વેયર વર્ગ-3 સંવર્ગની કૂલ 5 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

bharti 2025 Gujarat|ભરતી 2025 ગુજરાત| GSSSB Recruitment 2025
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી - photo- freepik

Ojas News Bharti માટેની શૈક્ષણિક લાયકાત

  • સ્થાપિત કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો ઉમેદવાર હોવો જોઈએ નહીં
  • સિવિલમાં ડિપ્લોમા કરેલા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે.

વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલી સર્વેયર વર્ગ-3ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમદેવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 18 વર્ષથી નાનો ન હોવો જોઈએ અને 33 વર્ષથી મોટો ન હોવો જોઈએ. નિયમ પ્રમાણે અનામત ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને શરુઆતમાં પાંચ વર્ષ ₹40,800 માસિક ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષકારક કામગીરી જણાતા સાતમા પગાર પંચમાં ₹29,200થી ₹92,300 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
  • અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
  • જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
  • ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
Advertisment
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી