/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/ONGC-Gujarat-Recruitment-2024.jpg)
ONGC ભરતી 2024, અમદાવાદ, મહેસાણા, વડોદરા અંકલેશ્વર ભરતી - photo - X @ONGC
ONGC Mehsana 2025, ONGC મહેસાણા ભરતી : ઓએનજીસીમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે નોકરી માટેના જોરદાર સમાચાર આવી ગયા છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) મહેસાણા દ્વારા ગુજરાતની છ ગ્યાઓ પર વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ONGC મહેસાણા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, નોકરીના સ્થળ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ONGC મહેસાણા ભરતીની અગત્યની માહિતી
| સંસ્થા | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) મહેસાણા |
| પોસ્ટ | વિવિધ સ્પેશિયાલીસ્ટ |
| જગ્યા | ઉલ્લેખ નથી |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-2-2025 |
પોસ્ટની વિગત
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) મહેસાણા દ્વારા ગુજરાતની છ ગ્યાઓ પર સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ, ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ, ડાયગ્નોસ્ટીક સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર માટે પોસ્ટની ભરતી બહાર પાડી છે.
શૈક્ષણિક લાયકાત
- સ્પેશિયાલિસ્ટ : ઉમેદવાર MD/MS થયેલા હોવા જોઈએ આ ઉપરાંત તેમને ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ પણ હોવ જોઈએ.
- સુપર સ્પેશિયાલિસ્ટ : ઉમેદવાર M.Ch/DM થયેલા હોવા જોઈએ. ઉમેદવારને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
- ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ : MDS પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારને ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
- ડાયગ્નોસ્ટીક સેન્ટર : MD (Pathology/Radiology) પાસ કરેલું હોવું જોઈએ. ત્રણ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ
- ફિઝિયોથેરાપી સેન્ટર : B.Sc physiotherapy કરેલું હોવુ જોઈએ અને ત્રણ વર્ષનો અનુભવ
ગુજરાતમાં કઈ કઈ જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવાના છે
- મહેસાણા
- પાલનપુર
- પાટણ
- હિંમતનગર
- ભૂજ
- રાજકોટ
વય મર્યાાદ અને પગાર ધોરણ
ઓએનજીસી મહેસાણા દ્વારા બહાર પાડેલી ભરતી માટે વિવિદ પોસ્ટ માટે વિવિધ વયમર્યાદા અને પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન વાંચવું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/ONGC-Mehsana.jpg)
અરજી કેવી રીતે કરવી
- ઉમેદવારોએ આ લેખમાં આપેલી ભરતીની જાહેરાતમાં આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને ઓનલાઈન અરજી કરી શકશે.
- ઉમેદવારોએ 10 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઉમેદવારોએ દસ્તાવેજોની ફિઝિકલ કોપી રવિન્દ્ર પટેલ, રૂમ નંબર 18, કોલોની ડિસ્પેન્સરી, ઓએનજીસી કોલોની, પાલાવાસણા, મહેસાણા - 384003, ઓફિસ સમય (8.30થી 12.30) અને (4.00થી 7.00) વચ્ચે જમા કરાવાના રહેશે.
નોટિફિકેશન
ઉમેદવારોને ખાસ સૂચન છે કે ઓએનજીસી મહેસાણા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us