/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/ahmedabad-panjrapole-yellow-box-junction-5-1.jpg)
ઓએનજીસીમાં નોકરીની તક
ONGC general duty medical officer recruitment 2023 : સરકાર માલિકીની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (એઓએનજીસી) કંપનીની ગુજરાત સ્થિત ઓફિસમાં નોકરી માટેની એક ઉત્તમ તક આવી છે. આ નોકરીમાં પસંદગી પામનાર ઉમેદવારને દર મહિને 1 લાખ રૂપિયાો પગાર મળશે. ઓએનજીસીની આ નોકરીમાં ભરતી વોક-ઇન- ઇન્ટરવ્યૂહના આધાર થશે કોઇ લેખિત પરીક્ષા લેવામાં આવશે. ONGC ભરતી 2023ની સત્તાવાર સૂચના અનુસાર, પસંદગી પામનાર ઉમેદવારોનું કેમ્બે ખાતે પોસ્ટિંગ કરવામાં આવશે.
ONGCમાં જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસરની ભરતી
એઓનજીસી દ્વારા મેડિકલ ડિપાર્ટમેન્ટમાં જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસર (General Duty Medical Officer)ની ભરતી કરવામાં આવશે. કંપની આ પદ પર 1 જ મેડિકલ ઓફિસરની ભરતી કરશે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત છે અને નોકરીનો કાર્યકાળ 30 જુલાઇ, 2024 સુધી રહેશે.
શૈક્ષણિક લાયકાત
ONGCની સત્તાવાર સૂચના અનુસાર, જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે બેચલર ઑફ મેડિસિન અને બેચલર ઑફ સર્જરી (MBBS)ની ડિગ્રી હોવી જોઈએ.
પગાર ધોરણ
ઓએનજીસીમાં જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસરના પદ માટે પસંદગી પામનાર ઉમેદવારને દર મહિને 1 લાખ રૂપિયા સુધીનો પગાર મળશે.
પસંદગીની પ્રક્રિયા
ઓએનજીસી દ્વારા વોક-ઇન ઇન્ટરવ્યૂ મારફતે જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસની ભરતી કરવામાં આવશે, જે કુલ 100 માર્કનું હશે, જેમાં 70 માર્કમાંથી શૈક્ષણિક લાયકાતના આધારે અને 30 માર્કમાંથી રૂબરૂ મુલાકાતમા ઉમેદવારના પર્ફોર્મન્સના આધારે ગુણ આપવામાં આવશે.
આ પણ વાંચો- જીપીએસસી દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની કુલ 127 જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ઇન્ટરવ્યૂનો સ્થળ અને સમય
ઓએનજીસી દ્વારા જનરલ ડ્યૂટી મેડિકલ ઓફિસરના પદ માટે 27 જુલાઇ, 2023ના રોજ વોક-ઇન- ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યુ છે. લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારોએ 21 જુલાઇ 2023ના રોજ ONGC ગેસ્ટ હાઉસ, ONGC કોલોની, કંસારી (PO), ખંભાત-388630 ખાતે તમામ સંબંધિત દસ્તાવેજો સાથે ભરેલા અરજી ફોર્મની 2 નકલો સાથે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું. ઉમેદવારો સવારે 9.30 કલાકથી 11.30 સુધીમાં પહોંચી જવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us