ONGC Recruitment 2024, ઓએનજીસી ભરતી 2024 : ઓએનજીસીમાં નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તાજેતરમાં સહાયક કાર્યકારી ઇજનેર ભૂ ભૌતિકશાસ્ત્રની(આસિસ્ટન્ટ એક્ઝિક્યુટીવ એન્જીનિયર, જિયોફિઝિસ્ટ) 25 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઓએનસીજીએ લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
ઓએનજીસીએ બહાર પાડેલી જગ્યાઓ માટે લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ લેખ અંત સુધી ચોક્કસ વાંચવો.
ONGC Recruitment 2024, ઓએનજીસી ભરતી 2024 : મહત્વની વિગતો
સંસ્થા ONGC પોસ્ટનું નામ આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર/જિયોફિઝિસ્ટ ખાલી જગ્યા 25 એપ્લિકેશન મોડ ઓનલાઇન નોકરીનું સ્થળ ઓલ ઈન્ડિયા અરજી કરવાની છેલ્લી તારીખ 6 માર્ચ 2024
ONGC bharti 2024, ઓએનજીસી ભરતી 2024 : શૈક્ષણિક લાયકાત
ઓએનજીસી દ્વારા બહાર પાડેલી સાસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ B.E/B.Tech in EEE/મિકેનિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન/પેટ્રોલિયમ એન્જિનિયરિંગ ભૂ-ભૌતિકશાસ્ત્રી 03 M.E/M.Tech, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઇએ.
ONGC bharti 2024, ઓએનજીસી ભરતી 2024 : ઉંમર મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
- મહત્તમ ઉંમર: 30 વર્ષ
ONGC vacancy 2024 : નોટિફિકેશન
ઓએનજીસી દ્વારા બહાર પાડેલી સાસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જગ્યા માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
આ પણ વાંચોઃ- RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી, 9000 ટેકનિશિયનની બંપર ભરતી, પાગર, અરજી ફી સહિતની સંપૂર્ણ માહિતી
ONGC Jobs 2024 : કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 માર્ચ 2024 રાખવામાં આવી છે. ઉમેદવારોએ આ તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવી.
ONGC Jobs 2024, ઓએનજીસી ભરતી 2024 : પસંદગી પ્રક્રિયા શું છે?
- ગેટ 2023 સ્કોર
- લાયકાત
- અંગત મુલાકાત





