ONGC Recruitment 2025 : અમદાવાદમાં સારી પોસ્ટ નોકરી માટે ગોલ્ડન ચાન્સ, લાયકાત, પગાર સહિત બધી માહિતી અહીં વાંચો

ONGC recruitment 2025 : ONGC ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, જગ્યાની સંખ્યા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ONGC recruitment 2025 : ONGC ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, જગ્યાની સંખ્યા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ONGC Gujarat Recruitment 2024

ONGC ભરતી 2024, અમદાવાદ, મહેસાણા, વડોદરા અંકલેશ્વર ભરતી - photo - X @ONGC

ONGC recruitment 2025, ONGC ભરતી 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. ONGC એ જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસીએટેડ કન્સલ્ટન્ટની જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ONGC ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, જગ્યાની સંખ્યા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ONGC ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
પોસ્ટજુનિયર કન્સલ્ટન્ટ અને એસોસીએટેડ કન્સલ્ટન્ટ
જગ્યા54
એપ્લિકેશન મોડઓનલાઈન/ઓફલાઈન
વય મર્યાદા64 વર્ષથી નીચે
અરજી કરવાની છેલ્લી તારીખ27-3-2025
ક્યાં અરજી કરવીAMDWSPC@ONGC.CO.IN અને CC to ranjan_prabhat@ongc.co.in

ONGC ભરતી 2025, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
જુનિયર કન્સલ્ટન્ટ18
એસોસીએટેડ કન્સલ્ટન્ટ36
કુલ54

જરૂરી લાયકાત

ઓએનજીસી ભરતી માટે સંસ્થાએ માંગેલી લાયકાત વિશે વધારે જાણકારી મેળવવા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા

ONGC અમદાવાદ ભરતી 2025 માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાાદની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 64 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

પોસ્ટપ્રથમ વર્ષે પગારબીજા વર્ષે પગાર
જુનિયર કન્સલ્ટન્ટ₹4000₹41,350
એસોસીએટેડ કન્સલ્ટન્ટ₹66000₹68000

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • ઓએનજીસી ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારો જરૂરી ડોક્યુમેન્ટની સ્કેન કોપી અને નિયત ફોર્મેટમાં અરજીમાં માહિતી ભરતીને AMDWSPC@ONGC.CO.IN અને CC to ranjan_prabhat@ongc.co.in ઈમેઇલ એડ્રેસ પર ઈમેઈલ કરવાનો રહેશે.
  • આ ઉપરાંત જરૂરી દસ્તાવેજો અને અરજીની કોપી નીચે આપેલા સરનામા પર રૂબરું જમા કરાવી શકાશે

સરનામું

કોન્સ્ટ્રાક્ટ સેલ, રૂમ નંબર 132, પહેલો માળ, અવની ભવન, ઓએજીસી, અમદાવાદ એસેટ, ગુજરાત.

Advertisment
અમદાવાદ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી