/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/ONGC-bharti.jpg)
ONGC ભરતી -photo - X @ONGC
ONGC Recruitment 2025, ONGC ભરતી 2025 : સારી કંપનીમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવી ગયા છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ એન્જિનિયરિંગ અને જીઓસાયન્સ વિષયોમાં વર્ગ I એક્ઝિક્યુટિવ હોદ્દા (E1 સ્તર) માટે ખાલી જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ONGC ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી વાંચવા માટે ઉમેદવારોએ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ONGC ભરતી 2025 માટે મહત્વની માહિતી
| સંસ્થા | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન |
| પોસ્ટ | એક્ઝિક્યુટિવ |
| જગ્યા | 108 |
| વય મર્યાદા | વિવિધ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 24-1-2025 |
| ક્યાં અરજી કરવી | www.ongcindia.com |
ONGC ભરતી 2025 પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (મિકેનિકલ) | 6 |
| આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ) | 10 |
| આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઉત્પાદન) – મિકેનિકલ | 11 |
| આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઉત્પાદન) - પેટ્રોલિયમ | 19 |
| આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઉત્પાદન) – કેમિકલ | 23 |
| આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ડ્રિલિંગ) – મિકેનિકલ | 23 |
| આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ડ્રિલિંગ) - પેટ્રોલિયમ | 6 |
| ભૂસ્તરશાસ્ત્રી | 5 |
| ભૂસ્તરશાસ્ત્રી (કુવાઓ) | 2 |
| જીઓફિઝિસ્ટ (સપાટી) | 3 |
ONGC ભરતી 2025 શૈક્ષણિક લાયકાત
AEE (ઉત્પાદન), AEE (ડ્રિલિંગ), AEE (મિકેનિકલ), AEE (ઇલેક્ટ્રિકલ): મિકેનિકલ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ/પેટ્રોલિયમ એન્જિનિયરિંગ/કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (60% ગુણ)
ભૂસ્તરશાસ્ત્રી, ભૂ-ભૌતિકશાસ્ત્રી (સપાટી), ભૂ-ભૌતિકશાસ્ત્રી (કુવાઓ): લઘુત્તમ 60% માર્કસ સાથે ભૂસ્તરશાસ્ત્ર/જિયોફિઝિક્સ/પેટ્રોલિયમ જીઓસાયન્સ/જિયોફિઝિકલ ટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી.
ઉંમર મર્યાદા:
મદદનીશ કાર્યપાલક ઈજનેર માટે (24.01.2025 ના રોજ 18 થી 26 વર્ષ): 25.01.1999 પહેલા જન્મેલા નહીં અને 24.01.2007 પછી નહીં.
અન્ય પોસ્ટ્સ માટે (24.01.2025ના રોજ 18 થી 27 વર્ષ): 25.01.1998 પહેલાં જન્મેલા નહીં અને 24.01.2007 પછી નહીં.
કયા કયા શહેરોમાં નોકરીઓ
- દિલ્હી સહિત એન.સી.આર
- કોલકાતા
- મુંબઈ/થાણે/નવી મુંબઈ/એમએમઆર
- ચેન્નાઈ
- અમદાવાદ/ગાંધીનગર
- હૈદરાબાદ
- ગુવાહાટી
- જયપુર
- ઉદયપુર
- મોહાલી
- નાગપુર
- ભોપાલ
- બેંગલુરુ
- એર્નાકુલમ
- રાયપુર
- સુરત
- લખનૌ
- વિશાખાપટ્ટનમ
- ભુવનેશ્વર
અરજી ફી
- જનરલ / EWS / OBC ઉમેદવારો માટે ₹1000/-
- SC/ST/PwD/ExSm ઉમેદવારો માટે કોઈ ફી નથી.
પગાર ધોરણ
ઓએનજીસી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને ₹60,000 – ₹1,80,000 બેઝિક પગાર ઉપરાંત સંસ્થાએ નક્કી કરેલા વધારાના ભથ્થા પણ મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી?
ONGC ભરતી 2025 માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓએનજીસીની વેબસાઈટ www.ongcindia.com રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન ચે કે અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us