Panchmahal bank Recruitment : પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ વિવિધ જગ્યાઓ પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત

Panchmahal District Cooperative Bank, Bank Recruitment, notification : પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડે તાજેતરમાં ઓફિસર્સ અને જુનિયર ક્લાર્કની ભરતી 2023 માટે અરજી મંગાવી છે. લાયક ઉમેદવારોએ 25.09.2023 પહેલાં તેમની અરજી મોકલી શકે છે.

Panchmahal District Cooperative Bank, Bank Recruitment, notification : પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડે તાજેતરમાં ઓફિસર્સ અને જુનિયર ક્લાર્કની ભરતી 2023 માટે અરજી મંગાવી છે. લાયક ઉમેદવારોએ 25.09.2023 પહેલાં તેમની અરજી મોકલી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PDC bank recruitment | bank Recruitment | bank jobs | Google news | Gujarati news

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક નોકરી

Panchmahal District Cooperative Bank, Bank Recruitment, notification : બેંકમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડે તાજેતરમાં ઓફિસર્સ અને જુનિયર ક્લાર્કની ભરતી 2023 માટે અરજી મંગાવી છે. લાયક ઉમેદવારોએ 25.09.2023 પહેલાં તેમની અરજી મોકલી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું

Panchmahal bank Recruitment 2023 | પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, મહત્વની વિગતો

સંસ્થાપંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંક લિ.
પોસ્ટઓફિસર અને જુનિયર ક્લાર્ક
જગ્યાઓજરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ
જોબ લોકેશનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ25-09-2023
અનુભવ3થી 5 વર્ષ
વયમર્યાદા21થી 35 વર્ષ વચ્ચે
અરજી ફી₹ 500 અને ₹ 1000

Panchmahal bank bharti 2023 | પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, શૈક્ષણિક લાયકાત

અધિકારી: કોમર્સ ગ્રેજ્યુએટ (B.Com), સાયન્સ ગ્રેજ્યુએટ (B.Sc), BBA, BCA, પોસ્ટ ગ્રેજ્યુએટ (M.Com), (M.Sc), MBA-ફાઇનાન્સ, C.A, પ્રથમ પ્રયાસમાં ઓછામાં ઓછા 55% સાથે. C.A (ઇન્ટર) અને CMA, CMA (ઇન્ટર) અને કમ્પ્યુટર જ્ઞાન અને કૌશલ્ય ફરજિયાત
અનુભવ: 3 થી 5 વર્ષનો સહકારી બેંક અથવા વાણિજ્ય બેંક / ખાનગી બેંક / માઇક્રો ફાઇનાન્સ સંસ્થા / નોન-બેકિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની ઓફિસ લેવલ 2 નો અનુભવ ફરજિયાત છે.

જુનિયર ક્લાર્ક: કોમર્સ ગ્રેજ્યુએટ (B.Com), સાયન્સ ગ્રેજ્યુએટ (B.Sc), આર્ટ્સ ગ્રેજ્યુએટ (B.A) BBA, BCA, પોસ્ટ ગ્રેજ્યુએટ (M.Com), (M.Sc), (M.A) પ્રથમ પ્રયાસમાં (નથી). ફરજિયાત ), MBA, MCA અને કમ્પ્યુટર ડિગ્રી/કોર્સ પૂર્ણ કરેલ હોવો જોઈએ અને કમ્પ્યુટર 2 જ્ઞાન અને કૌશલ્ય ફરજિયાત છે.

Panchmahal bank Vacancy 2023 | પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, ઉંમર મર્યાદા

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. વિભાગની આ ભરતીમાં વય મર્યાદા નીચે મુજબ છે.

  • અધિકારીઃ 25 થી 35 વર્ષ
  • જુનિયર ક્લાર્ક: 21 થી 35 વર્ષ

Panchmahal bank jobs 2023 | પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, અરજી ફી

પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ.ની આ ભરતી માટે અરજી કરવા માટે નીચેની ફી ચૂકવવી આવશ્યક છે.

  • અધિકારી: ₹1000 ડિમાન્ડ ડ્રાફ્ટ
  • જુનિયર ક્લાર્ક: ₹ 500 ડિમાન્ડ ડ્રાફ્ટ

Panchmahal bank placement 2023 | પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, અરજી કરવાનું સરનામું

ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક લિ, મુખ્ય કચેરી, ગાંધી ચોક, ગોધરા. ફોન- 02672-240952

Panchmahal bank bharti 2023 | પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, નોટિફિકેશન

Panchmahal bank Recruitment 2023 | પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક ભરતી, કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો નામ અને સરનામું, જન્મ તારીખ, શૈક્ષણીક લાયકાત વર્ગ-ટકા, કામનો અનુભવ અને અપેક્ષિત પગાર સહિતની અરજી તથા અરજી સાથે શૈક્ષણિક લાયકાતની માર્કશીટ, ડીગ્રી સર્ટીફિકેટ, ફસ્ટ એટેમ્પ્ટ પાસ સર્ટીફિકેટ તથા અનુભવના પ્રમાણપત્રો વગેરેની પ્રમાણિત નકલો સાથે જે તે પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ પોસ્ટ પ્રમાણે ફી ભરવાની રહેશે. જેના માટે ઉમેદવારોએ ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક લિ.ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડીને બેંક નિયત નમૂનામાં લાયકાત ધરાવતાઓએ અરજી કરવાની રહેશે.

Advertisment
કરિયર કરિયર ટીપ્સ નોકરી બેંક નોકરી