Pariksha Pe Charcha 2025 Registration: પરીક્ષા પે ચર્ચા 2025માં ભાગ લેવા રેકોર્ડ બ્રેક 2.7 કરોડ રજિસ્ટ્રેશન, જાણો છેલ્લી તારીખ અને પ્રક્રિયા

Pariksha Pe Charcha 2025 Registration Last Date: પરીક્ષા પે ચર્ચા 2025 રજિસ્ટ્રેશન 14 ડિસેમ્બરે શરૂ થયુ હતું. પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં પરીક્ષા પર ચર્ચા કરવા અત્યાર સુધી રેકોર્ડ બ્રેક 2.7 કરોડ રજિસ્ટ્રેશન થયા છે. જાણો છેલ્લી તારીખ કઇ છે

Written by Ajay Saroya
January 10, 2025 12:23 IST
Pariksha Pe Charcha 2025 Registration: પરીક્ષા પે ચર્ચા 2025માં ભાગ લેવા રેકોર્ડ બ્રેક 2.7 કરોડ રજિસ્ટ્રેશન, જાણો છેલ્લી તારીખ અને પ્રક્રિયા
Pariksha Pe Charcha 2025 Registration: પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમમાં ભાગ લેવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. (Photo: @EduMinOfIndia)

Pariksha Pe Charcha 2025 Registration Last Date : પરીક્ષા પે ચર્ચા 2025 માટે રજિસ્ટ્રેશન કરવા હવે થોડાક દિવસ બચ્યા છે. પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા બાબતે ચર્ચા કરવાનો એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને માતાપિતા પીએમ મોદી સાથે પરીક્ષા બાબતે આ કાર્યક્રમ મારફતે ચર્ચા કરી શકે છે.જો તમે હજી સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો થોડીક ઉતાવળ રાખજો. અહીં પરીક્ષા પે ચર્ચા 2025 માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ, પ્રક્રિયા અને ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વિગતવાર જાણકારી આપી છે.

Pariksha Pe Charcha 2025 Registration Last Date : પરીક્ષા પે ચર્ચા 2025 રજિસ્ટ્રેશન છેલ્લી તારીખ

પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. પરીક્ષે પે ચર્ચા 2025 માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન 14 ડિસેમ્બર, 2024ના રોજ શરૂ થઇ ગયું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆરી, 2025 છે. પરીક્ષા પે ચર્ચા 2025માં ભાગ લેવા ઇચ્છુકે સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

પરીક્ષા પે ચર્ચા 2025માં ભાગ લેવા રેકોર્ડ રજિસ્ટ્રેશન : Pariksha Pe Charcha 2025 Record Registration

પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમમાં ભાગ લેવા માટે 24 ડિસેમ્બર 2024ના રોજ રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદી સાથે વાત કરવા માટે મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષક આચાર્ય અને માતાપિતા એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર 9 જાન્યુઆરી, 2025ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી છે. જેમા પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમમાં માટે 2.7 કરોડ રજિસ્ટ્રેશન થયા હોવાનું જણાવ્યું છે, જે એક રેકોર્ડ છે. હાલ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલુ છે.

Pariksha Pe Charcha 2025 Registration : પરીક્ષા પે ચર્ચા 2025 રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા

  • પરીક્ષા પે ચર્ચા 2025 માટે રજિસ્ટ્રેશન કરવા સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ innovateindia1.mygov.in ઓપન કરો.
  • આ વેબસાઇટના હોમ પેજ પર Participate Now (પાર્ટિસિપેટ નાઉ) પર ક્લિર કરો.
  • તમે તમારી કેટેગરી અનુસાર Student (વિદ્યાર્થી) (Self Participation), Student (Participation through Teacher login), શિક્ષક (Teacher), Parent (માતા પિતા) વિકલ્પ પસંદ કરી તેની નીચે ક્લિક ટુ પાર્ટિસિપેટ પર ક્લિક કરો.
  • હવે તમારું આખું નામ, મોબાઇલ નંબર, ઇમેલ આઈડી દાખલ કરી રજિસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ અન્ય જરૂરી વિગત દાખલ કરી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પુરી કરી લો.

pariksha pe charcha 2025 registration online | pariksha pe charcha 2025 Date | PM Modi In pariksha pe charcha 2025
Pariksha Pe Charcha 2025 Registration Online: પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 14 જાન્યુઆર 2025 છે. (Photo: Freepik)

ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ

પરીક્ષા પે ચર્ચા 2025 રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થી, માતા પિતા અને શિક્ષકોના સંપૂર્ણ નામ, મોબાઇલ નંબર, ઇમેલ આઈડીની જરૂરી પડશે.

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શું છે?

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી દૂર રહેવા તેમને સફળતા માટે પ્રેરિત કરવા માટે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષક અને માતાપિતા પીએમ નરેન્દ્ર મોદીને સીધા પ્રશ્નો પુછી શકે છે.

તમને જણાવી દઇયે કે, પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમ જાન્યુઆરી 2025માં નવી દિલ્હી સ્થિત ભારત મંડપમના ટાઉન હોલમાં યોજવાનું નક્કી કરાયું છે. પરીક્ષા પે ચર્ચા 2025 કાર્યક્રમની સત્તાવાર તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે પસંદ કરાયેલા લગભગ 2500 સાથીઓ માટે શિક્ષણ મંત્રાલય તરફથી PPC કિટ પણ આપવામાં આવશે. નોંધનિય છે કે, પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો આ આઠમો સંસ્કરણ હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ