Patan Recruitment 2024, પાટણ ભરતી : પાટણમાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે પાટણમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે.ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ એકમ અને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણ માટે વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. જિલ્લા બાળ સુરક્ષા, પાટણમાં ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
પાટણ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભલ, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ અને સમય, સ્થલ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
પાટણ ભરતી માટે અગત્યની માહિતી
સંસ્થા જિલ્લા કક્ષાની પસંદગી સમિતી- સહ-જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, પાટણ વિભાગ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણ પોસ્ટ વિવિધ જગ્યા ઉલ્લેખ નથી નોકરીનો પ્રકાર કરાર આધારિત એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યૂ ઈન્ટરવ્યૂ તારીખ 11-12-2024
પાટણ ભરતી માટે પોસ્ટની વિગતો
વિભાગ પોસ્ટ જગ્યા જિલ્લા બાળ સુરક્ષા એકમ, પાટણ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ઉલ્લેખ નથી સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણ રસોઈયો 1
શૈક્ષણિક લાયકાત
પાટણ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે નીચે આપેલી લાયકાત હોવી જોઈએ.
પોસ્ટ શૈક્ષણિક લાયકાત જિલ્લા બાળ સુરક્ષા એકમ ધોરણ 12 પાસ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણ ધોરણ 10 પાસ
વય મર્યાદા અને પગાર ધોરણ
પોસ્ટ વયમર્યાદા પગાર (પ્રતિ માસ ફિક્સ) જિલ્લા બાળ સુરક્ષા એકમ 21થી 40 વર્ષ ₹13,240 સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પાટણ 21થી 40 વર્ષ ₹12,026
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ
- પાટણ ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી, જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, જન્મના આધાર પુરાવ, 02 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે 11-12-2024 (બુધવાર) સવારે 9 કલાકે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવું.
- રજીસ્ટ્રેશન સમય સવારે 9થી 11નો રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં
ઈન્ટરવ્યૂ સ્થળ
જીલ્લા બાળ સુરક્ષા એકમએ વીંગ, બીજો માળ,જીલ્લા સેવા સદનપાટણ
ક
ભરતીની જાહેરાત
ઉમેદવારોને સૂચન છે કે આ લેખમાં આપેલી ભરતીની જાહેરાત એક વાર ધ્યાનથી વાંચવી.





