Patdi Nagarpalika recruitment, પાટડી નગરપાલિકા ભરતી : સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે સારા પગારની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી પાટડી નગરપાલિકા દ્વારા સીટી મેનેજર પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારની પસંદગી કરવા માટે પાટડી નગરપાલિકા કચેર દ્વારા વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે આમંત્રિત કર્યા છે.
પાટડી નગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વોક ઇન ઈન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
પાટડી નગરપાલિકા ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા પાટડી નગરપાલિકા કચેરીપોસ્ટ સીટી મેજનર (SWM)જગ્યા 01નોકરીનો પ્રકાર કરાર આધારિતપગાર ₹30,000વોક ઇન ઈન્ટરવ્યૂ તારીખ 18-10-2024ઇન્ટરવ્યૂ સ્થળ પાટડી નગરપાલિકા કચેરી
પાટડી નગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
સચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત પાટડી નગરપાલિકામાં નચી મુજબની 11 માસ કરાર આધારિત સીટી મેનેજરની જગ્યા ભરવાની છે. આ જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે.
પાટડી નગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત
સીટી મેનેજર ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ B.E/B.Tech- Enviroment, B.E/B.Tech- Civil, M.E/M.Tech Enviroment, M.E/M.Tech Civil પાસ કરેલું હોવું જોઈએ.
અનુભવ – ડીગ્રી મળ્યા પછી સંલગ્ન ક્ષેત્રમાં એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પગાર ધોરણ
11 માસના કરાર આધારિત સીટી મેનેજરની પોસ્ટ પર પસંદ થયેલા ઉમેદવારને ₹ 30,000 માસિક ફિક્સ વેતન આપવામાં આવશે.
વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ, તારીખ અને સમય
- તારીખ – 18-10-2024
- રજીસ્ટ્રેશન સમય – સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી
- ઇન્ટરવ્યૂ સમય – બપોરે 12 વાગ્યાથી શરુ થશે
- સ્થળ – પાટડી નગરપાલિકા કચેરી, પાટડી
આ પણ વાંચોઃ- ONGC ભરતી 2024 : અમદાવાદ, મહેસાણા, વડોદારા, અંકલેશ્વર ONGCમાં બમ્પર નોકરીઓ, અહીં વાંચો બધી માહિતી
ભરતીની જાહેરાત
ઉમેદવારને ખાસ ધ્યાનમાં રાખવું કે ઇન્ટરવ્યૂ સમયે લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે રાખવા. ભરતી અને શરતો અત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે.





