Petlad nagarpalka Apprenticeship Bharti: આણંદ જિલ્લામાં રહેતા અને એપ્રેન્ટીશ શોધી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઘર આંગણે કોઈપણ જાતની પરીક્ષા વગર જ એપ્રેન્ટીશ મેળવવાની તક આવી ગઈ છે. પેટલાદ નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. સંસ્થાએ ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં હાજર રહેવા માટે આમંત્રિત કર્યા છે.
આણંદ ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, ઈન્ટરવ્યુની તારીખ, સ્થળ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Anand Bharti 2025ની મહત્વની માહિતી
સંસ્થા પેટલાદ નગરપાલિકા પોસ્ટ કમ્પ્યુટર ઓપરેટરથી લઈને મિકેનિક સુધી વિવિધ જગ્યા નગરપાલિકાની જરૂરિયાત મુજબ વય મર્યાદ વિવિધ એપ્લિકેશન મોડ વોક ઈન ઈન્ટરવ્યુ ઈન્ટરવ્યુ તારીખ 8-12-2025 સ્થળ સભાખંડ, પેટલાદ નગરપાલિકા
પેટલાદ ભરતી પોસ્ટની વિગતો
પેટલાદ નગરપાલિકામાં એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ નગરપાલિકાના અલગ અલગ વિભાગ માટે નીચે આપેલી પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.
- કોમ્પ્યુટર ઓપરેટર
- આસીસ્ટન્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર
- ફીટર-પ્લમ્બર
- ઈલેક્ટ્રીશીયન-વાયરમેન
- સર્વેયર
- મિકેનિક
શૈક્ષણિક લાયકાત
પેટલાદ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે જે નીચે પ્રમાણે છે.
- કોમ્પ્યુટર ઓપરેટર – I.T.I / સરકાર માન્ય કોર્સ- C.C.C.
- આસીસ્ટન્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર- H.S.I (ITI)- સરકાર માન્ય એસ.આઈ.કોર્ષ
- ફીટર-પ્લમ્બર – ફીટર-પ્લમ્બર ITI/સરકાર માન્ય કોર્ષ
- ઈલેક્ટ્રીશીયન-વાયરમેન – ઈલેક્ટ્રીશીયન વાયરમેન(આઈટીઆઈ) /સરકાર માન્ય કોર્ષ
- સર્વેયર – સર્વેયર આઈટીઆઈ /સરકાર માન્ય કોર્ષ
- મિકેનિક – મિકેનિક આઈટીઆઈ /સરકાર માન્ય કોર્ષ
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળ
- તારીખ – 8-12-2025
- રજીસ્ટ્રેશન સમય – સવારે 10.30થી 11.00 સુધી
- ઈન્ટરવ્યુ સમય- બપોરે 11.30 કલાકથી શરૂ
- સ્થળ – સભાખંડ, પેટલાદ નગરપાલિકા
સાથે લાવવાના જરૂરી દસ્તાવેજો
ઉમેદવારોએ ઈન્ટરવ્યુ સમયે નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ ફરજીયાત સાથે રાખવાના રહેશે.
- Apprenticeship portal (www.apprenticeshipindia.gov.in) પર રજીસ્ટ્રેશન કાર્યની પ્રોફાઈલ પ્રીન્ટ(ફરજિયાત)
- ITIની તમામ માર્કશીટ અને ડિગ્રી-સર્ટિફિકેટ
- ધોરણ 10-12ની માર્કશીટ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- આધારકાર્ડ અને બેંક પાસબુક
- તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટો
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત
ઉમેદવારોએ આ શરતો ધ્યાનમાં રાખવી
- આ ભરતી માત્ર 1 વર્ષની તાલીમ માટે છે. કાયમી નોકરી માટે નથી
- પસંદગી સમિતિ દ્વારા મેરીટ અને ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે
- સરકારના નિયમોનુસાર સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.





