/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rozgar-mela.jpg)
રોજગાર મેલા - Photo credit- twitter/@dpradhanbjp
PM modi Rozgar mela, Appoinment letter : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ 2023ના રોજ એક વધુ રોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. 22 ઓક્ટોબર 2022એ તેમણે પહેલીવાર આ મેળાને સંબોધિત કર્યો હતો. ત્યારે ડિસેમ્બર 2023 સુધીમાં દસ લાખ નોકરીઓ આપવાનો વાયદો કર્યો હતો. 28 ઓગસ્ટ 2023ના રોજ વીડિયો કોન્ફેરન્સિંગના માધ્યમથી 51 હજારથી વધારે નવનિયુક્તોને જોઇનિંગ લેટર આપવામાં આવ્યા હતા. આ પ્રકારને દસ મહિનામાં કુલ 5 લાખથી વધારે લોકોને નિયુક્ત પત્ર આપવામાં આવ્યા છે. પરંતુ આ સંખ્યા વિવાદોમાં છે. સાથે જ નોકરી વહેંચણીની આ રીત વિરોધીઓના નિશાના પર છે.
સંખ્યા પર વિવાદઃ દરેક નથી મળી નવી નોકરી?
ગત દિવસોમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ હેઠળ અંગ્રેજી સમાચાર ધ ટેલીગ્રાફે જણાવ્યું હતું કે રોજગાર મેળા કાર્યક્રમોમાં નિયુક્તિ પત્ર પ્રાપ્ત કરનાર દરેક લોકોને નવી નોકરી હાંસલ કરનાર નથી હોતા. સરકાર પ્રમોશન થકી જે લોકોને ઉંચા પદો પર નિયુક્ત કરે છે તેમને પણ રોજગાર મેળામાં નિયુક્તિ પત્ર વહેંચવામાં આવે છે. નોકરીના આંકડામાં તેમનો ડેટા પણ સામેલ કરવામાં આવે છે. અખબરામાં એપ્રિલમાં નિયુક્ત થનારા અને પ્રમોશન પામનારા લોકોને રોગાર મેળામાં નિયુક્તિ પત્ર વહેંચવાના ઉદાહરણ આપતા આ જાણકારી આપવામાં આઅવી છે.
ઉલ્લેખનીય છે કે મોદી દ્વારા સંબોધિત રોજગાર મેળા કાર્યક્રમોમાં સરકારી વિભાગો અને સ્વાયત્ત નિકાયોની નોકરીઓ માટે નિયુક્ત પત્ર વિતરિત કરવામાં આવે છે. સરકારી પ્રેસ વિજ્ઞપ્તિમાં આ અંગે જે જાણકારી આપવામાં આવે છે. એનાથી લાગે છે કે બધી ભરતી નવી છે. 28 ઓગસ્ટ 2023ના રોજ સરકારી ચેનલ આકાશવાણીની વેબસાઇટે જે સમાચાર આપ્યા તેનું હેડિંગ હતું કે વડાપ્રધાને 51 હજારથી વધારે નવ નિયુક્ત કર્મીઓને નિયુક્તિ પત્ર આપ્યા.
વડાપ્રધાન મોદીના ભાષણના ટેક્સ્ટ રજૂ કરતા સરકાર દ્વારા સંચાલિત પીઆઈબીએ પણ લખ્યું હતું કે સરકારી વિભાગોમાં નવનિયુક્ત ભરતીઓને 51,000થી વધારે નિયુક્તિ પત્રોના વિતરણ પર વડાપ્રધાન મોદીના સંબોધનનો મૂળ પાઠય
આવું પહેલીવાર નથી લખવામાં આવ્યું. રોજગાર મેળાના પ્રત્યેક સંસ્કરણ પર રજૂ કરવામાં આવેલી મીડિયા વિજ્ઞપ્તિમાં અપોઇમેન્ટ લેટર મેળવનાર નવ નિયુક્ત વ્યક્તિના રૂપમાં જ સંદર્ભિત કરવામાં આવ્યું છે. ટેલીગ્રાફ અખબારે એપ્રિલમાં આયોજીત જે રોજગાર મેળા સાથે જોડાયેલી જાણકારી આરટીઆઈના હવાલાથી આપવામાં આવી છે. તેના સમાચાર પણ પીઆઈબી આ પ્રકારે આપ્યા હતા. જેનાથી લાગે છે કે બધા નિયુક્તિ પત્ર નવી નોકરી મેળવનાર યુવાઓને વહેંચવામાં આવ્યા છે.
પ્રચાર માટે સંપૂર્ણ પ્રોટોકોલ
28 ઓગસ્ટ 2023ના રોજગાર મેળાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફેસિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. દેશભરમાં 45 હજાર મેળા યોજવામાં આવ્યા હતા. દરેક વખતે લગભગ આટલી જગ્યાઓ પર મેળા યોજાય છે. આ માટે કાર્મિક વ પ્રશિક્ષણ વિભાગ આના આયોજનનો એક પ્રોટોકોલ નક્કી કરે છે. ટેલીગ્રાફ સમાચારમાં 13 એપ્રિલે આયોજિત રોજગાર મેળા સાથે જોડાયેલા પ્રોટોકોલ અને વિવરણની પણ છાપ છે. આ પ્રમાણે મેળા માટે આમંત્રિત દરેક લોકો અને અભ્યર્થીઓને વડાપ્રધાન ભાષણના દોઢ કલાક નક્કી જગ્યા પર પહોંચાવાનું હતું. નક્કી સ્થાન પર સ્ક્રીન પર વડાપ્રધાન ભાષણનું લાઇવ પ્રસારણ કરવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us