Saurashtra Bharti 2025, Gujarat Bharti 2025, સૌરાષ્ટ્ર ભરતી 2025 : સૌરાષ્ટ્રમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, ભાવનગર ઝોન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કુલ 29 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
પ્રાદેશિક કમિશનર કચેરી ભાવનગર ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, નોકરી સ્થળ,પગાર ધરોણ, વય મર્યાદા, એપ્લિકેશન મોડ સહિતની મહત્વની માહિતી અહીં આપેલી છે.
Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા કચેરી, ભાવનગર ઝોન પોસ્ટ વિવિધ જગ્યા 29 વય મર્યાદા ઉલ્લેખન નથી નોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિત એપ્લિકેશન મોડ ઓફ લાઈન ભરતી જાહેર થયાની તારીખ 20 સપ્ટેમ્બર 2025 અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેરત થયાના 15 દિવસમાં (4-10-2025)
પ્રાદેશિક કમિશ્નર કચેરી,ભાવનગરમાં નોકરી, પોસ્ટની વિગતો
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોન તથા તાબા હેઠળના ભાવનગર, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓની નગરપાલિકાઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત સીટી લેવલ ટેક્નિકલ સ્ટાફની 11 માસના કરાર આધારિત ભરતી બહાર પાડી છે.
પોસ્ટ જગ્યા સિવિલ એન્જીનીયર 15 એમ.આઈ.એલ. એક્સ્પર્ટ 7 ફાયનાન્સીયલ મેનેજમેન્ટ એ્ડ એકાઉન્ટીંગ એક્સપર્ટ 6 આઈ.ઈ.સી.એક્સપર્ટ 1 કુલ 29
સૌરાષ્ટ્ર ભરતી માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી અંતર્ગત સંસ્થાએ વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. માટે જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
પગાર ધોરણ
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી ભાવનગર ઝોન ભરતી અંતર્ગત સીટી લેવલે ટેક્નીકલ સ્ટાફની 11 માસના કરાર આધારિત ભરતી થવાની હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને સ્નાતકને ₹30,000 અને અનુસ્નાતક ઉમેદવારને ₹35,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
- આ જગ્યાઓ પર નિમણૂક ઈચ્છા ઉમદેવારોએ અરજી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ દિવસ 15ની સમય મર્યાદામાં ફક્ત રજિસ્ટર એ.ડી.-સ્પીડ પોસ્ટથી નીચે આપેલા સરનામા પર પહોંચતી કરવાની રહશે.
- અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહીં.
- જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન -15 બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
- નિયત નમુના સિવાયની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
- અરજદારે અરજીના કવર પર જાહેરાત ક્રમાંક તેમજ કઈ જગ્યા માટે અરજી કરે છે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
ભરતીનું નોટિફિકેશન-pdf
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવાનું સરનામું
પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગરભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની કચેરી બિલ્ડિંગ, બીજો માળઈન્કમટેક્ષ ઓફિસની બાજુમાં, મોતીબાગ ટાઉનહોલ પાછળ, ભાવનગર-364001