/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/prasar-bharati-job.jpg)
DD News Prasar Bharati Recruitment 2025, પ્રસાર ભારતી ભરતી 2025 : જો તમે મીડિયાના ક્ષેત્રમાં નોકરી કરવા માંગો છો અને સારી તકની શોધમાં છો, તો તમારા માટે એક મોટી તક આવી છે. પ્રસાર ભારતીએ બ્રોડબેન્ડ એક્ઝિક્યુટિવ ગ્રેડ-1 ની જગ્યાઓ ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કૂલ 8 જગ્યાઓ ભરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
પ્રસાર ભારતી ભરતી માટે બ્રોડબેન્ડ એક્ઝિક્યુટિવ ગ્રેડ-1 પોસ્ટની વિગતો, લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધરોણ, નોકરીનો પ્રકાર, એપ્લિકેશન મોડ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
પ્રસાર ભારતી ભરતીની માહિતી
| સંસ્થા | પ્રસાર ભારતી |
| પોસ્ટ | બ્રોડબેન્ડ એક્ઝિક્યુટિવ, ગ્રેડ-1 |
| જગ્યા | 8 |
| વય મર્યાદા | 40 વર્ષથી વધુ નહીં |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| નોકરીનું સ્થળ | દિલ્હી |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
પ્રસાર ભારતી ભરતી પોસ્ટની વિગત
પ્રસાર ભારતી ભરતી અંતર્ગત સંસ્થા બ્રોડબેન્ડ એક્ઝિક્યુટિવ, ગ્રેડ-1ની કૂલ 8 જગ્યાઓ ભરવાની છે. આ જગ્યાઓ એક વર્ષના કરાર આધારીત છે અને નોકરીનું સ્થળ પ્રસાર ભારતી કાર્યાલય દિલ્હી ખાતે રહેશે.
પ્રસાર ભારતી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- બ્રોડબેન્ડ એક્ઝિક્યુટિવની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિગ્રી/પીજી ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન/ટીવી પ્રોડક્શન/સંબંધિત ક્ષેત્રમાં સમકક્ષ લાયકાત હોવી જોઈએ.
- આ ઉપરાંત ઉમેદવારો માટે હિન્દી ભાષામાં નિપુણ હોવું પણ જરૂરી છે.
- ઉમેદવારો પાસે ન્યૂઝ પ્રોડક્શન અથવા સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ પણ હોવો આવશ્યક છે.
- ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચના દ્વારા પાત્રતા સંબંધિત માહિતી પણ ચકાસી શકે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
આ ભરતીની જાહેરાત 11 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રસાર ભારતીની સત્તાવાર વેબસાઇટ prasarbharati.gov.in પર પ્રકાશિત કરવામાં આવી છે. જે બાદ અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે. બ્રોડબેન્ડ એક્ઝિક્યુટિવમાં રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે નોટિફિકેશન રિલીઝ થયાના 10 દિવસની અંદર અરજી કરી શકે છે એટલે કે ફોર્મની છેલ્લી તારીખ નજીક છે.
વય મર્યાદા
પ્રસાર ભારતીની આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોની મહત્તમ ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. વય મર્યાદા જાહેરાતના પ્રકાશનની તારીખ મુજબ ગણવામાં આવશે.
પગાર અને કામનો સમય
પગાર- 50,000 રૂપિયા પ્રતિ માસ
કામનો સમયગાળો- ઉમેદવારોની પસંદગી 1 વર્ષ માટે કરારના આધારે કરવામાં આવશે.
કાર્યસ્થળ
દૂરદર્શન ભવન, કોપરનિકસ માર્ગ, નવી દિલ્હી-110001
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારો આ પોસ્ટ્સ પર પસંદગી માટે ટેસ્ટ અથવા ઇન્ટરવ્યુ લઈ શકે છે.
અરજી કેવી રીતે કરવી
- પ્રસાર ભારતી ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પ્રસાર ભારતીની વેબસાઈટ ઉપર જવું.
- અહીં વેકેન્સી પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકાય
- માંગેલી માહિતી ભરતીને ફાઈનલ સબમિટ કરવું અને પ્રીન્ટ કઢાવી લેવી.
આ પણ વાંચોઃ- Premanand Ji Maharaj Tips: પ્રેમાનંદજી મહારાજે સરકારી નોકરી ઇચ્છતા લોકોને આપ્યો ગુરૂ મંત્ર, મળશે 100 ટકા સફળતા
નોટિફિકેશન
ઉમેદવારો માટે ખાસ નોંધ
શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈમેલ દ્વારા ઈન્ટરવ્યુ વગેરેની માહિતી આપવામાં આવશે. પ્રસાર ભારતીની આ ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us