scorecardresearch

Government Job: 71 હજારને મળી સરકારી નોકરી, રોજગાર મેળામાં મોદીએ કહ્યું, ભાજપ શાસિત રાજ્યોમાં ભરતીનું કામ ઝડપી

PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ થકી હાજર રહ્યા હતા. તેમણે યુવાનોને સરકારી નોકરીના નિયુક્તિ પત્ર આપ્યા હતા.

pm modi | narendra modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઇલ તસવીર

સરકારી નોકરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મધ્ય પ્રદેશમાં રાષ્ટ્રીય રોજગાર મેળામાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. જેમાં 71,000 યુવાનો સરકારી નોકરીના નિયુક્તિ પત્ર અપાયા હતા. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ થકી હાજર રહ્યા હતા. તેમણે યુવાનોને નિયુક્તિ પત્ર આપ્યા હતા. રોજગાર મેળા અંતર્ગત વડાપ્રધાને સરકારી વિભાગો અને સંગઠનોમાં ભરતી થયેલા 71,000 નવા લોકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોમાં યુવાનોને નોકરી આપવા માટેની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

મધ્ય પ્રદેશમાં 22,000થી વધારે શિક્ષકોને આપ્યા નિયુક્તિ પત્ર

પીએમ મોદીએ રાષ્ટ્રીય રોજગાર મેળામાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 71 હજાર જેટલા યુવાનોને સરકારી નોકરી મળી છે. દરેકને શુભેચ્છાઓ પાછવું છું. એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોમાં સરકારી નોકરી આપવાનો સિલસિલો તેજ ગતિથી ચાલી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં કાલે જ 22,000થી વધારે શિક્ષકોને નિયુક્તિ પત્રો સોંપવામાં આવ્યા છે.

સરકાર યુવાઓને અવસર આપવા પ્રતિબદ્ધઃ વડાપ્રધાન મોદી

કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે 70,000થી વધારે યુવાઓને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મળી છે. તમામ યુવાઓને અને પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિકસિત ભારતની સંકલ્પથી સિદ્ધિ માટે અમારી સરકાર યુવાઓને પ્રતિભા અને ઉર્જાને યોગ્ય અવરસર આપવા માટે પ્રતિબ્ધ છે. બૈસાખીના શુભ દિવસ પર કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 70,000થી વધારે યુવાનોને સરકારી નોકરી મળી છે.

યુવાઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જેમને નિયુક્તિ પત્ર મળ્યા છે. તેમને કેટલાક સૂચન ચોક્કસ આપવા માંગીશ. કેટલાક લોકોને રેલવે, કેટલાક લોકોને શિક્ષા અને કેટલાક લોકોને બેંકમાં સેવા આપવાની તક મળી છે. આને તમારા માટે દેશના વિકાસમાં યોગદાનનો અવસર છે.

જ્યારે દેશ 2047માં આઝાદીના 100 વર્ષ ઉજવશે. આ સમયે દેશ વિકસિત ભારતનું લક્ષ્ય લઇને ચાલી રહ્યા છીએ. આ તમારા માટે સાચા અર્થમાં અમૃતકાળ છે. દેશ બિલ્કુલ તેજ ગતિથી આગળ વધનારા માહોલમાં છે અને તમે આમાં પોતાનું યોગદાન આપશો. જે ખુબ જ મહત્વનું છે.

સ્ટાર્ટઅપ્સ સફળ, 40 લાખ રોજગારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે એક રિપોર્ટ અનુસાર સ્ટાર્ટઅપ્સએ 40 લાખ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગાર ઊભા કર્યા છે. આ પ્રકારે ડ્રોન સેક્ટર પણ છે. ગત 809 વર્ષમાં દેશના સ્પોર્ટ્સ સેક્ટરનું પણ કાયાકલ્પ થયું છે. આજે યુવાઓની સામે અનેક એવા સેક્ટર ખુલ્યા છે જે 10 વર્ષ પહેલા યુવાઓની સામે ઉપલબ્ધ ન્હોતા. સ્ટાર્ટઅપનું ઉદાહરણ આપણી સામે છે. સ્ટાર્ટઅપથી લઇને આજ ભારતના યુવાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે.

આજનું નવું ભારત જે નવી નીતિ અને રણનીતિ પર ચાલી રહ્યું છે. તેને દેશમાં નવી સંભાવનાઓ અને અવસરોના દ્વાર ખોલી દીધા છે. આજે ભારત દુનિયાની સૌથી ઝડપી ગતિથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. આખી દનિયા કોવિડ બાદ મંદી સાથે લડી રહી છે. મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા સતત ગગડી રહી છે ત્યારે દુનિયા ભારતને એક બ્રાઇટ સ્પોર્ટના રૂપમાં જોઈ રહી છે.

Web Title: Prime minister narendra modi rozgar mela appointment letter new recruits madhya pradesh

Best of Express