/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Indian-railway-job-application.jpg)
ભારતીય રેલવેમાં નોકરી માટેની અરજીઓ - photo- Social media
RRB Group D Recruitment 2025, રેલવે ભરતી : દેશમાં બેરોજગારી કેટલી હદે વધી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે ભારતીય રેલ્વેએ ગ્રુપ ડીની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી ત્યારે 1 કરોડ 8 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. રેલવેમાં લગભગ 32 હજાર પોસ્ટ માટે એટલી બધી અરજીઓ આવી હતી કે એક સીટ માટે 300થી વધુ અરજી ગણી શકાય.
ભારતીય રેલ્વેની આ ગ્રુપ ડી ભરતીમાં લેવલ 1 દ્વારા ટ્રેક મેઈન્ટેનર ગ્રેડ-IV, પોઈન્ટ્સમેન અને ટેકનિકલ આસિસ્ટન્ટ્સ (ઈલેક્ટ્રીકલ, મિકેનિકલ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગોમાં)ની ભરતી કરવામાં આવશે. RRBએ અગાઉ આ ગ્રુપ ડી પોસ્ટ્સ માટે કુલ 32,438 ખાલી જગ્યાઓની જાહેરાત કરી હતી. જો કે, હવે જાહેર કરાયેલી અરજીઓની સંખ્યા સૂચવે છે કે અરજદારોની સંખ્યા અને ઉપલબ્ધ જગ્યાઓની સંખ્યા વચ્ચેની વિશાળ અસમાનતાને કારણે પસંદગી પ્રક્રિયા વધુ મુશ્કેલ બનશે.
મુંબઈમાંથી 15.59 લાખ અરજીઓ મળી
રેલ્વે ભરતી માટે મળેલી અરજીઓની વાત કરીએ તો, આ વખતે RRBને સૌથી વધુ અરજીઓ એટલે કે 15.59 લાખ એકલા મુંબઈમાંથી મળી છે. આ પછી, ચંદીગઢ (11.60 લાખ), ચેન્નાઈ (11.12 લાખ), સિકંદરાબાદ (9.60 લાખ) અને પ્રયાગરાજ (8.61 લાખ) ઉમેદવારોએ પણ પરીક્ષા માટે મોટી સંખ્યામાં અરજી કરી છે.
RRB ને ક્યાંથી કેટલી અરજી મળી?
| શહેર | અરજીની સંખ્યા |
| અમદાવાદ | 6,39,269 |
| અજમેર | 3,59,409 |
| બેંગલુરુ | 2,75,307 |
| ભોપાલ | 4,51,096 |
| ભુવનેશ્વર | 2,65,840 |
| બિલાસપુર | 4,32,897 |
| ચંદીગઢ | 11,60,404 |
| ચેન્નાઈ | 11,12,922 |
| ગોરખપુર | 3,62,092 |
| ગુવાહાટી | 10,72,841 |
| કોલકાતા | 7,93,572 |
| મુંબઈ | 15,59,100 |
| પટના | 3,33,972 |
| પ્રયાગરાજ | 8,61,666 |
| રાંચી | 1,81,339 |
| સિકંદરાબાદ | 9,60,697 |
| કુલ | 1,08,22,423 |
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
બેરોજગારી અંગે ચિંતા ચાલુ છે
ગયા વર્ષે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જાહેર કરાયેલ પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ઘટીને 6.4% ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો. આ હોવા છતાં, રોજગારની ગુણવત્તા અને સ્થિરતા અંગે ચિંતા રહે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us