રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી : ધો.10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

RPF recruitment 2024, રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી: રેલવેમાં નોકરી કરવા ઇચ્છા ધરાવતા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની બમ્પર ભરતી બહાર પાડી છે.

Written by Ankit Patel
March 15, 2024 15:21 IST
રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી : ધો.10 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી - photo - rpf twitter

RPF recruitment 2024, રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી: ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે રેલવેમાં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. રેલવે વિભાગ અંતર્ગત આવતા રેલવે ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં બમ્પર ભરતી બહાર પાડી છે. રેલવે ભરતી બોર્ડે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની 4660 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો 14 મે 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી, મહત્વની માહિતી

સંસ્થારેલવે પ્રોટેક્શન ફોર્સ
પોસ્ટકોન્સ્ટેબલ, સબ ઇન્સ્પેક્ટર
ખાલી જગ્યા4660
છેલ્લી તારીખ14-05-2024
વય મર્યાદા18 વર્ષથી 28 વર્ષ

કઈ પોસ્ટ માટે કેલટી જગ્યા ખાલી

પોસ્ટખાલી જગ્યા
કોન્સ્ટેબલ4208
સબ ઈન્સ્પેક્ટર452

રેલવે પ્રોટક્શન ફોર્સ ભરતી માટે લાયકાત

કોન્સ્ટેબલ માટે લાયકાત

  • શિક્ષણ – ભારત સરકાર દ્વારા માન્ય બોર્ડમાંથી 10મું પાસ અથવા સમકક્ષ.
  • ઉંમર મર્યાદા – 18 થી 28 વર્ષ.
  • પગારઃ ₹ 21,700

આ પણ વાંચોઃ- જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી, જુનિયર ક્લાર્ક સહિત 44 જગ્યાઓ પર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

સબ ઇન્સ્પેક્ટર માટે લાયકાત

  • શિક્ષણ – માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક
  • ઉંમર મર્યાદા- 20 થી 28 વર્ષ
  • પગારઃ- ₹ 35,400/-

આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસમાં નોકરીની તક : 12 પાસ યુવાઓ પણ અરજી કરી શકશે, જાણો લાયકાત, છેલ્લી તારીખ સહિત તમામ વિગત

નોટિફિકેશન

અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

રેલવે પ્રોટક્શન ફોર્સ ભરતી અરજી ફી

કેટેગરીફીની રકમ
જનરલ₹ 500
SC, ST, ESM, સ્ત્રી₹ 250

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ