રેલવે ભરતી : પરીક્ષા વગર જ રેલવેમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Railyway Recruitment 2024, રેલવે ભરતી 2024 : ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં 3000 કરતા પણ વધારે જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યોઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Railyway Recruitment 2024, રેલવે ભરતી 2024 : ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં 3000 કરતા પણ વધારે જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યોઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ભારતીય રેલવે ભરતી | Indian Railway Recruitment 2024

ભારતીય રેલવે ભરતી photo - X

Railyway Recruitment 2024, રેલવે ભરતી 2024 : સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા વગર જ સરકારી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં 3000 કરતા પણ વધારે જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યોઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

રેલવે ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ,અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

રેલવે ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાપશ્ચિમ મધ્ય રેલવે
પોસ્ટવિવિધ
જગ્યા3317
નોકરીનો પ્રકારસરકારી
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ4 સપ્ટેમ્બર 2024
વેબસાઈટwcr.indianrailways.gov.in

રેલવે ભરતી માટે પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
JBP વિભાગ1262
BPL વિભાગ824
કોટા વિભાગ832
CRWS BPL175
WRS ક્વોટા196
HQ/JBP28

રેલવે ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે 10મું પાસ કરેલ હોવું જરૂરી છે. તે પણ જરૂરી છે કે આ પરીક્ષા 10 + 2 પરીક્ષા પદ્ધતિ હેઠળ પાસ થઈ હોય. 12 પાસ ઉમેદવારો કેટલીક જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર છે. તમે વેબસાઈટ પર આપવામાં આવેલી નોટિસમાંથી તેમની વિવિધ માહિતી ચકાસી શકો છો. વિજ્ઞાન વિષય સાથે 12મું પાસ હોવું જરૂરી છે.

રેલવે ભરતી માટે વય મર્યાદા

5મી ઓગસ્ટ 2024ના રોજ ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે વયમાં 5 વર્ષ અને અન્ય પછાત વર્ગના ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ આપવામાં આવશે.

અરજી ફી

તમામ ઉમેદવારો માટે અરજી ફી રૂ. 141 છે, જ્યારે SC/ST, વિકલાંગ ઉમેદવારો (PwBD) અને મહિલા ઉમેદવારો માટે ફી રૂ. 41 છે.

નોટિફિકેશન

રેલવે ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ,અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચો

પસંદગી કેવી રીતે થશે?

આ પદો પરના ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. એટલે કે ઉમેદવારોએ પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા આપવાની જરૂર નથી. 10મા, 12માના માર્ક્સ અને સંબંધિત ટ્રેડમાં લેવાયેલ ડિપ્લોમાના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ પોસ્ટ અનુસાર છે, જેની વિગતો તમારે વેબસાઇટ પર જોવાની રહેશે.

Advertisment
નોકરી કરિયર સરકારી નોકરી