Railway RRB Technician Recruitment 2025, રેલવે ભરતી 2025: રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે રેલવે ભરતી બોર્ડે સરકારી નોકરીના દરવાજા ખોલી દીધા છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ 6180 જગ્યાઓ માટે ગ્રેડ-1 સિગ્નલ અને ટેક્નિશિયન ગ્રેડ-3 ની વિવિધ શ્રેણીઓ માટે અરજીઓ શરૂ કરી છે. આ ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારો 28 જુલાઈ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.
રેલવે ભરતી 2025 અંતર્ગત ટેક્નિશિયન પોસ્ટની વધારે માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાાદ, પગાર ધોરણ, ભરતી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
રેલવે ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા રેલવે ભરતી બોર્ડ (RRB) પોસ્ટ ટેક્નિશિયન જગ્યા 6180 વય મર્યાદા 18 વર્ષથી 30 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2025 ક્યાં અરજી કરવી rrbapply.gov.in
રેલવે ટેક્નિશિયન ભરતી પોસ્ટની વિગતો
રેલવેએ ટેક્નિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 ઓપન લાઇનની બે જગ્યાઓ માટે નવીનતમ ભરતી ફોર્મ શરૂ કર્યા છે. આમાં, ગ્રેડ 3 ની વધુ જગ્યાઓ છે. તમે નીચેના કોષ્ટકમાંથી બંનેની ખાલી જગ્યાઓની વિગતો જોઈ શકો છો.
પોસ્ટ જગ્યા ટેક્નિશિયન ગ્રેડ 1 સિગ્નલ 180 ટેક્નિશિયન ગ્રેડ 3 ઓપન લાઇન 6000 કુલ 6180

રેલવે ટેક્નિશિયન ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટીમાંથી નિર્ધારિત શૈક્ષણિક/ટેકનિકલ લાયકાત હોવી આવશ્યક છે.
- કેટલીક લાયકાતોમાં ધોરણ 10 પાસિંગ પ્રમાણપત્ર, NCVT/SCVT માંથી ITI પ્રમાણપત્ર, સ્નાતક પ્રમાણપત્ર (દા.ત. B.Sc) અને અન્ય સંબંધિત લાયકાતોનો સમાવેશ થાય છે.
- ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
- આ ભરતી માટે ફોર્મ ભરવા માટે, 1 જુલાઈ, 2025 ના રોજ ઉમેદવારોની ઉંમર ટેક્નિશિયન ગ્રેડ-1 સિગ્નલ માટે 18 થી 33 વર્ષ અને ટેક્નિશિયન ગ્રેડ-3 માટે 18 થી 30 વર્ષ હોવી જોઈએ.
- અનામત શ્રેણીઓ માટે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
RRB ભરતી 2025 માટે પગાર ધોરણ
પગારની વાત કરીએ તો ટેક્નિશિયન ગ્રેડ I સિગ્નલને દર મહિને રૂ. 29,200/- અને ટેક્નિશિયન ગ્રેડ III ને રૂ. 19,900 સુધીનો પગાર મળશે. આ ઉપરાંત અન્ય પ્રકારના ભથ્થાં અને સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.
પરીક્ષા ફી
બધા ઉમેદવારો (અનામત શ્રેણીઓ સિવાય) માટે અરજી ફી રૂ. 500 છે. તે જ સમયે, SC, ST, ભૂતપૂર્વ સૈનિકો, PwBD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગો (EBC) ના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 250 છે. CBT માં હાજર રહેનારાઓની નિર્ધારિત અરજી ફી પરત કરવામાં આવશે. ફી ફક્ત ઇન્ટરનેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. નિર્ધારિત ફી વિના પ્રાપ્ત અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
રેલવે ટેક્નિશિયન ભરતી માટે જરૂરી દસ્તાવેજો
રેલવે ટેક્નિશિયન ફોર્મ ભરતી વખતે, ઉમેદવારોને 10મું, 12મું, બી.એસસી માર્કશીટ, ફોટો, સહી, મોબાઇલ નંબર, માન્ય ઇમેઇલ આઈડી, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો), ડોમિસાઇલ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો) જેવા દસ્તાવેજોની જરૂર પડશે. અરજી કરતા પહેલા તમારે આ દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. આ ઉપરાંત, તમારે તમારી શ્રેણી સિવાય અન્ય દસ્તાવેજોની પણ જરૂર પડી શકે છે. આ માટે તમે સૂચના ચકાસી શકો છો.
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી
રેલવેમાં ટેક્નિશિયનની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ નીચેના પગલાંઓનું પાલન કરવું પડશે.
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ indianrailways.gov.in ની મુલાકાત લો.
- હવે વેબસાઇટના હોમ પેજ પર RRB ટેક્નિશિયન ભરતી લિંક પર ક્લિક કરો.
- હવે તમારું નામ અને જરૂરી માહિતી દાખલ કરો.
- આ પછી ફી ઓનલાઈન ચૂકવો.
- હવે જરૂરી દસ્તાવેજની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
- છેલ્લે, ફોર્મ સબમિટ કર્યા પછી, તેનું પ્રિન્ટ આઉટ લો.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણીના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં, ઉમેદવારોને 90 મિનિટની અંદર 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે એક તૃતીયાંશ ગુણનું નકારાત્મક માર્કિંગ પણ હશે.





