Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી : રાજકટોમાં રહેતા અને માત્ર ધોરણ 3 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી છે. રાજકોટ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ગ્રામ રક્ષક દળની ભરતી બહાર પાડી છે. રાજકોટ પોલીસ અધિક્ષક કચેરીએ આપેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે ગ્રામ રક્ષક દળની કુલ 324 જગ્યાઓ ભરવાની છે.
પોલીસ અધિક્ષક કચેરી, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળની 324 GRD પોસ્ટ્સ 2024 માટે ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર સૂચના વાંચ્યા પછી ઑફલાઇન અરજી કરે છે. આ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી : મહત્વની માહિતી
સંસ્થા રાજકોટ પોલીસ અધિક્ષક કચેરી પોસ્ટ ગ્રામ રક્ષક દળ (GRD) જગ્યા 324 શૈક્ષણિક લાયકાત લઘુત્તમ ધોરણ 3 પાસ વય મર્યાદા 18 થી 50 વર્ષ વચ્ચે એપ્લિકેશન મોડ ઑફલાઇન છેલ્લી તારીખ 12.02.2024
Rajkot GRD Bharti 2024 : શૈક્ષણિક લાયકાત
રાજકોટ ગ્રામ્ય રક્ષક દળની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ધોરણ 3 પાસ રાખવામાં આવી છે.
Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી : વય મર્યાદા
રાજકોટ ગ્રામ્ય રક્ષક દળની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની આ પ્રમાણે છે
- ન્યૂનતમ: 18 વર્ષ
- મહત્તમ: 50 વર્ષ
Rajkot GRD Bharti 2024 : કેવી રીતે અરજી કરવી?
રાજકોટ ગ્રામ્ય રક્ષક દળની ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ નજીકના પોલીસ સ્ટેશનમાં સ્વ-પ્રમાણિત પ્રમાણપત્ર સાથે રૂબરૂમાં ફોર્મ સબમિટ કરવાવું.
આ પણ વાંચોઃ- LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, હવે ફિઝિકલ પરીક્ષાના માર્ક્સ નહીં ગણાય
Rajkot GRD Bharti 2024 : પસંદગી પ્રક્રિયા
ગ્રામ્ય રક્ષક દળ 2024ની ભરત માટે ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે
પુરૂષ ઉમેદવારો
- વજન: 50 કિગ્રા
- ઊંચાઈ: 162 સે
- દોડવું: 800 મીટર (4 મિનિટ)
મહિલા ઉમેદવારો
- વજન: 40 કિગ્રા
- ઊંચાઈ: 150 સે
- દોડવું: 800 મીટર (5 મિનિટ 30 સેકન્ડ)
Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી : નોટિફિકેશન
Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી: પગાર ધોરણ
આ ભરતીમાં પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને 230 રૂપિયા પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે
Rajkot GRD Bharti 2024, રાજકોટ ગ્રામ્ય રક્ષક દળ ભરતી: મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ: 12/02/2024