રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી : સ્નાતક ઉમેદવારોને ભુજ અને ભાવનગરમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

Rajkot Nagarik Sahakari bank Bharti : રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પટાવાળાની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Rajkot Nagarik Sahakari bank Bharti : રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પટાવાળાની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Rajkot Nagarik Sahakari bank Bharti

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી - photo - facebook

Rajkot Nagarik Sahakari bank Bharti, રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી : બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ સમાચાર સમાચાર આવી ગયા છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પટાવાળાની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થારાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટપટાવાળા
જગ્યાઉલ્લેખન નથી
નોકરી સ્થળભુજ, ભાવનગર
વય મર્યાદા30 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ19-12-2024
ક્યાં અરજી કરવીhttps://jobs.rnsbindia.com/

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, પોસ્ટની વિગતો

રાજકોટ નાગરિક સહકારી બેંકે પોતાની ભુજ અને ભાવનગર બ્રાન્ચ માટે પટાવાળાની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 છે.

શૈક્ષણિક લાયકાત

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો આ પોસ્ટ માટે કોઈપણ વિષયમાં સ્નાતક એટલે કે કોલેજ પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકેશે.

અનુભવ

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે ફ્રેશર પણ અરજી કરી શકે છે. આ ભરતી માટે કોઈ અનુભવ માંગવામાં આવ્યો નથી.

ભરતીની જાહેરાત

કેવી રીતે અરજી કરવી

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવા

  • સૌ પ્રથમ ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://rnsbindia.com/ની મુલાકાત લેવી
  • વેબસાઈટ ઉપર career નો ઓપ્શન આપેલો હશે
  • કરિયર પર ક્લિક કરવાની ભરતીની માહિતી દેખાશે
  • જ્યાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવું
  • અહીં ફોર્મ દેખાશે અને માંગેલી માહિતી અને જરૂરી દસ્તાવેજો અટેચ કરવા
  • ફોર્મને સબમીટ કરીને પ્રીન્ટ કાઢી લેવી

ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી ભરતીની જાહેરાત ધ્યાન પૂર્વક વાંચવી.

Advertisment
બેંક નોકરી રાજકોટ નોકરી કરિયર