Rajkot Rajpath recruitment 2025, રાજકોટ રાજપથ ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આવતી કંપની રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
રાજકોટ રાજપથ ભરતી અંતર્ગત વિવિદ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
રાજકોટ રાજપથ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા રાજકોટ રાજપથ લિમિટેડ પોસ્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરથી લઈને ચીફ ફાઇનાન્સ ઓફિસર સુધી વિવિદ જગ્યા 13 એપ્લિકેશન મોડ ઓફલાઈન વયમર્યાદા વિવિધ અરજી કરવાની છેલ્લી તારીખ 12-3-2025 અરજી ક્યાં કરવી નીચે આપેલા સરનામા પર અરજી કરવાની રહેશે
રાજકોટ રાજપથ ભરતી, પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા એડમિન આસિસ્ટન્ટ 1 ટ્રાફિક ઈન્સ્પેક્ટર કમ ફીલ્ડ સુપરવાઈઝર 10 ડેટા એન્ટ્રી ઓપરેટ 1 ચીફ ફાઈનાન્સ ઓફિસર 1
રાજકોટ રાજપથ ભરતી માટે પાત્રતા
એડમિન આસિસ્ટન્ટ
- શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં (હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ) માસ્ટર ડિગ્રી
- અનુભવ – સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
ટ્રાફિક ઈન્સ્પેક્ટર કમ ફીલ્ડ સુપરવાઈઝર
- શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય સંસ્થામાંથી ઈલેક્ટ્રિકલ – મિકેનિકલમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
- અનુભવ- સમાન ફીલ્ડમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ
ડેટા એન્ટ્રી ઓપરેટર
- શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય સંસ્થામાંથી B.C.A/ Bsc. IT/P.G.D.C.A કમ્પ્યુટર એન્જીનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ
- અનુભવ – સમાન ક્ષેત્રમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ
ચીફ ફાઈનાન્સ ઓફિસર
- શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય સંસ્થામાંથી ચાર્ટડ એકાઉન્ટ, કોલ્ટ એકાઉન્ટ અથવા MBA ફાઈનાન્સ કરેલું હોવું જોઈએ
- અનુભવ – સમાન ફીલ્ડમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ
વય મર્યાદા
ઉંમર ઉંમર એડમિન આસિસ્ટન્ટ 35 વર્ષથી વધુ નહીં ટ્રાફિક ઈન્સ્પેક્ટર કમ ફીલ્ડ સુપરવાઈઝર 35 વર્ષથી વધુ નહીં ડેટા એન્ટ્રી ઓપરેટ 35 વર્ષથી વધુ નહીં ચીફ ફાઈનાન્સ ઓફિસર 45 વર્ષથી વધુ નહીં
પગાર ધોરણ
પગાર- પ્રતિમાસપગાર- પ્રતિમાસ પગાર- પ્રતિમાસ એડમિન આસિસ્ટન્ટ ₹25,000 ટ્રાફિક ઈન્સ્પેક્ટર કમ ફીલ્ડ સુપરવાઈઝર ₹18,000 ડેટા એન્ટ્રી ઓપરેટ ₹15,000 ચીફ ફાઈનાન્સ ઓફિસર ₹50,000
અરજી ક્યાં અને કેવી રીતે કરવી
- રાજકોટ રાજપથ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ – www.rmc.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવું
- અરજીમાં માંગેલી વિગતો ધ્યાનપૂર્વક ભરવી
- માંગેલા દસ્તાવેજો જોડીને 12-3-2025 સુધીમાં મળી જાય એ પ્રમાણે નીચે આપેલા સરનામે અરજી મોકલવાની રહેશે
- અરજી ઉપર જે પોસ્ટ માટે અરજી કરી છે એ અવશ્ય લખવું
નોટિફિકેશન
અરજી કરવાનું સરનામું
મલ્ટી એક્ટિવિટી સેન્ટર, ત્રીજો માળ, નાના માવા ચોક, 150’ રીંગ રોડ, રાજકોટ – 360005. ફોન: 0281-2332855
- ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
ઉમેદવારોને ખાસ સૂચન છે કે રાજકોટ રાજપથ ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.