RBI Ahmedabad Bank Medical Consultant Recruitment : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે અમદાવાદમાં જ સારા પગારની નોકરી મેળવવાની તક આવી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ દ્વારા બેંક મેડિકલ કન્સલ્ટન્ટ (BMC) પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટની બે જગ્યાઓ ભરવા માટે RBI અમદાવાદે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
RBI અમદાવાદ ભરતી અંતર્ગત બેંક મેડિકલ કન્સલ્ટન્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
બેંક ભરતી અંતર્ગત મહત્વની માહિતી
સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ (RBI) પોસ્ટ બેંક મેડિકલ કન્સલ્ટન્ટ (BMC) જગ્યા 2 નોકરીનો પ્રકાર પાર્ટ ટાઈમ એપ્લિકેશન મોડ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14-11-2025 ક્યાં અરજી કરવી સરનામું નિચે આપેલું છે
RBI bharti 2025, પોસ્ટની વિગતો
આરબીઆઈ અમદાવાદ એલોપેથિ પદ્ધતિમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી એમબીબીએસ ડિગ્રી ધરાવતા ચિકિત્સકો પાસેથી અરજીઓ આમંત્રીત કરી છે. આ જગ્યાઓમાં 1 આર્થિક રીતે નબળા વર્ગ અને 1 અન્ય પછા વર્ગના ઉમેદવારો પસંદ કરવામાં આવશે.
આરબીઆઈ ભરતી માટે લાયકાત અને માપદંડ
- અરજદાર પાસે ઓછામાં ઓછી, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટીમાંથી એલોપેથિક મેડિસિનમાં MBBS ડિગ્રી હોવી જોઈએ.
- જનરલ મેડિસિનમાં અનુસ્નાતક ડિગ્રી ધરાવતા અરજદારો પણ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
- અરજદારને કોઈપણ હોસ્પિટલ અથવા ક્લિનિકમાં મેડિકલ પ્રેક્ટિશનર તરીકે એલોપેથિક મેડિસિનની પ્રેક્ટિસ કરવાનો ઓછામાં ઓછો 02 (બે) વર્ષનો પોસ્ટ લાયકાતનો અનુભવ હોવો જોઈએ.
- અરજદારનું દવાખાનું અથવા રહેઠાણ બેંકના દવાખાનાઓથી 10-15 કિ.મી.ના ત્રિજ્યામાં હોવું જોઈએ.
પગાર ધોરણ
- આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રતિ કલાક 1000 રૂપિયા મળવા પાત્ર રહેશે.
- બેંકની જરૂરિયાત મુજબ BMC ના કામના કલાકોની સંખ્યા અઠવાડિયામાં 30 કલાક સુધી વધારી શકાય છે.
અરજી કેવી રીતે કરવી
- લાયક ઉમેદવારો ફક્ત પરિશિષ્ટ-III માં આપેલા ફોર્મેટ મુજબ અરજી કરી શકે છે. અરજી 14 નવેમ્બર, 2025 ના રોજ અથવા તે પહેલાં મળી જાય એ રીતે નીચે આપેલા સરનામા પર મોકલી આપવી.
- અરજી બંધ કરવામાં મોકલવાની રહેશે અને કવર ઉપર બેંક મેડિકલ કન્સલ્ટન્ટ પોસ્ટ લખવું
આ પણ વાંચોઃ- SBI bharti 2025: સરકારી બેંકમાં પરીક્ષા વગર ઓફિસર બનવાની સુવર્ણ તક, ₹64,000થી વધુ પગાર, વાંચો બધી માહિતી
નોટિફિકેશન
અરજી કરવાનું સરનામું
પ્રાદેશિક નિયામક, માનવ સંસાધન વ્યવસ્થાપન વિભાગ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ચોથો માળ, મુખ્ય કાર્યાલય મકાન, ગાંધી બ્રિજ પાસે, અમદાવાદ – 380014