Republic Day Speech in Gujarati 2024: પ્રજાસત્તાક દિવસના દમદાર ભાષણની આવી રીતે કરો તૈયારી, જરૂર ઈનામ મળશે

Republic Day 26 January Speech in Gujarati 2024: Gantantra Diwas Par Bhashan for Kids, Students | ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી પર ભાષણ 2024 : ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવાય છે. શાળા-કોલેજમાં ગણતંત્ર દિવસ વિશે ભાષણ અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવે છે. જો તમે સ્પર્ધામાં ભાગ લીધો છો તો અહીંયા આપેલી ટીપ્સની મદદથી તમે ગણતંત્ર દિવસનું દમદાર અને સરળ ભાષણ તૈયાર કરી શકો છો.

Written by Ajay Saroya
Updated : January 25, 2024 16:20 IST
Republic Day Speech in Gujarati 2024: પ્રજાસત્તાક દિવસના દમદાર ભાષણની આવી રીતે કરો તૈયારી, જરૂર ઈનામ મળશે
પ્રજાસત્તાક દિવસ ઇતિહાસ અને મહત્વ

Republic Day Speech in Gujarati 2024 (ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી પર ભાષણ 2024): ભારત દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન ઉજવાય છે. પ્રજાસત્તાક દિન એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. તેને ગણતંત્ર દિવસ પણ કહેવાય છે. પ્રજાસત્તાક દિવસે શાળા-કોલેજ, સરકારી ઓફિસો સહિત ઘણા સ્થળોએ ધ્વજવંદન કરવામાં આવે છે.

પ્રજાસત્તાક દિને દેશભક્તિના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જેમાં શાળા-કોલેજમાં પ્રજાસત્તાન દિવસ વિશે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌથી દમદાર ભાષણ આપનાર વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવે છે. જો તમે પણ પ્રજાસત્તાક દિનની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે, તો ભાષણની સરળ અને દમદાર તૈયારી કરવામાં સરળતા રહે તેની માટે અહીંયા અમુક સરળ ટીપ્સ આપવામાં આવી છે. જેનાથી તમને પ્રજાસત્તાક દિવસનું દમદાર અને આકર્ષક ભાષણ આપીને તમને અચૂક ઈનામ જીતી શકો છો.

Republic Day Quotes in Gujarati 2024

republic day, republic day 2024, republic day history
દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં પૂરા ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે (express photo)

પ્રજાસત્તાક દિવસ કેમ ઉજવાય છે?

પ્રજાસત્તાક દિન એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારતે સંવિધાન અપનાવ્યું હતું. આથી આ તારીખે પ્રજાસત્તાક દિન ઉજવાય છે. ભારતનું સંવિધાન એ દુનિયાનું સૌથી મોટું લોકશાહી સંવિધાન છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતના સંવિધાનના ઘડવૈયા માનવામાં આવે છે. ગણતંત્ર દિવસે દિલ્હીમાં રાજપથ પર પરેડ યોજવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસ પર ભાષણની શરુઆત કેવી રીતે કરવી (Republic Day Speech in Gujarati 2024)

સ્કૂલ કોલેજમાં ગણતંત્ર દિવસ પર ભાષણ આપતાં પહેલા જય હિંદ અને નમસ્તે કહી સૌનું અભિવાદન કરો અને પોતાનો પરિચય આપો. પોતાનું નામ અને પોતાના અંગે કોઇ પ્રાસંગિક જાણકારી હોય તો ટૂંકમાં આપો અને એનો સબંધં દેશભક્તિ સાથે જોડાયેલો હોય તો એનો અર્થ સમજાવી ભાષણ માટે પૂર્વભૂમિકા બાંધો.

પ્રજાસત્તાક દિવસ પર ભાષણ દરમિયાન આ પોઇન્ટ્સ ધ્યાન રાખો (Republic Day Speech in Gujarati 2024)

ગણતંત્ર દિવસ પરની ખાસ સ્પીચમાં સૌથી પહેલા દેશના સ્વાંત્ર્ય સેનાઓ, કાર્યક્રમના મુખ્ય અતિથિઓ, આચાર્ય અને શિક્ષકોને શબ્દોથી પ્રણામ કરો. ગણતંત્ર દિવસ કેમ ઉજવવામાં આવે છે, એનો હેતું શું છે એ મુદ્દાઓથી ભાષણની શરુઆત કરો. 26 જાન્યુઆરીએ દેશ પોતાનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે એ સાથે સ્પીચ શરુ કરો.

Republic Day Short Essay Ideas in Gujarati, republic day, 26 january
ગણતંત્ર દિવસ પર નિબંધ સ્પર્ધા, photo credit- freepik

26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ કેમ ઉજવાય છે Republic Day Speech in Gujarati 2024

ભારતના ઇતિહાસમાં 26 જાન્યુઆરીનું ઘણું મહત્વ છે. આ દિવસે ભારતીય બંધારણ અમલમાં આવ્યું હતું. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ દેશમાં આ દિવસથી ભારતીય બંધારણ લાગુ થયું હતું. જેની યાદમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો | ગણતંત્ર દિવસ : આખરે 26 જાન્યુઆરીએ જ કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ

કયા કયા વિષય પર ભાષણ આપી શકાય

  • ગણતંત્ર દિવસનો ઇતિહાસ
  • ગણતંત્ર દિવસનું મહત્વ
  • ગણતંત્ર દિવસની ઉજવણી
  • ગણતંત્ર દિવસનું વિદેશમાં મહત્વ
  • વિશ્વના દેશોમાં ગણતંત્ર દિવસ
  • ગણતંત્ર દિવસની સફર
  • ગણતંત્રદિવસના રોડ મોડલ
  • ભારતનું બંધારણ
  • ભારતના બંધારણનું મહત્વ
  • ભારતના બંધારણના જનક
  • ગણતંત્ર દિવસ પર વિવિધ નેતાઓ
  • ડોક્ટર બાબા સાહેબ આંબેડકર

ગણતંત્ર દિવસ 2024 થીમ શું છે? Republic Day Speech in Gujarati 2024

ભારતના 75મા ગણતંત્ર દિવસ 2024 ની થીમ વિકસિત ભારત અને ભારત લોકતંત્રની માતૃકા ઉપર છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારોને અનુરુપ આ થીમ વાસ્તવમાં યથાર્થ છે કે ભારત સાચે જ લોકતંત્રની જનની છે. ભારત વિશ્વનો સૌથી મોટો લોકતંત્રિક દેશ છે. જ્યાં સર્વધર્મ સમભાવ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ