Talati Bharti : ગુજરાતમાં રેવન્યુ તલાટી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, સરકારે ભરતીના નિયમો બદલ્યા

Revenue Talati Bharti rules : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રેવન્યૂ તલાટીના ભરતીના નિમયોમાં મોટા ફેરફાર કર્યા છે. જેના પગલે લાખો ઉમેદવારોને અસર થશે. મહેસૂલ વિભાગે ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદામાં ફેરફાર કર્યા છે.

Revenue Talati Bharti rules : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રેવન્યૂ તલાટીના ભરતીના નિમયોમાં મોટા ફેરફાર કર્યા છે. જેના પગલે લાખો ઉમેદવારોને અસર થશે. મહેસૂલ વિભાગે ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદામાં ફેરફાર કર્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Revenue Talati Bharti rules

રેવન્યૂ તલાટી ભરતી નિમયો બદલાયા - photo -freepik

Talati Bharti rule :ગુજરાતમાં રહેતા ઉમેદવારો જેઓ તલાટી બનવાના સપના સેવી રહ્યા છે. આવા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે રેવન્યૂ તલાટીના ભરતીના નિમયોમાં મોટા ફેરફાર કર્યા છે. જેના પગલે લાખો ઉમેદવારોને અસર થશે. મહેસૂલ વિભાગે ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદામાં ફેરફાર કર્યા છે. ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી હતી.

તલાટી ભરતી નિયમો અંગે માહિતી

સંસ્થાગુજરાત સરકાર
વિભાગરેવન્યુ વિભાગ
પોસ્ટરેવન્યુ તલાટી
વિષયભરતી નિયમમાં ફેરફાર
વય મર્યાદા35 વર્ષ મહત્તમ

તલાટી ભરતી નવા નિમયો

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે તાજેતરમાં નોટિફિકેશન બહાર પાડીને રેવન્યુ ભરતીના નિમયો અંગે જાણકારી આપી હતી. રેવન્યુ વિભાગે ભરતી માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે.

ધોરણ 12 પાસ બદલે સ્નાતક ફરજિયાત

ભરતી નિયમ અંગેનું એક નોટિફિકેશન પ્રમાણે હવે પરીક્ષા આપનાર ઉમેદવારની મિનિમમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે.
આગામી રેવન્યુ તલાટીની ભરતી માટે ઉમેદવારે સ્નાતક પાસ કર્યાની લાયકાત રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવાર પણ પરીક્ષા આપી શકતા હતા. પરંતુ, હવે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક હોવી જરૂરી છે.

નોટિફિકેશન

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

વય મર્યાદા વધારે

મહેસૂલ વિભાગના નોટિફિકેશન પ્રમાણે રેવન્યૂ તલાટી માટે પહેલા વય મર્યાદા 33 વર્ષ હતી જેને વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. એટલે કે 35 વર્ષના ઉમેદવારો પણ હવે રેવન્યૂ તલાટી માટે અરજી કરી શકશે. આ ઉંમરમાં બે વર્ષની છૂટ મળતા ઘણા ઉમેદવારોને લાભ થશે.

Advertisment
ગુજરાત સરકાર કરિયર સરકારી નોકરી