/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/RMC-recruitment-2025.jpg)
રાજકોટ મહાનગરપાલિકા ભરતી - photo- Social media
RMC additional chief fire officer Bharti 2026: રાજકોટમાં રહેતા અને સારા પગારની નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડિશનલ ચીફ ફાયર ઓફિસર પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે RMC એ ઉમેદાવરો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
રાજકોટ ભરતી 2026 અંતર્ગત એડિશનલ ચીફ ફાયર ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપવમાં આવી છે.
રાજકોટ ભરતી 2026ની મહત્વની માહિતી
| સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા ભરતી (RMC) |
| પોસ્ટ | એડિશનલ ચીફ ફાયર ઓફિસર |
| જગ્યા | 1 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 21થી 45 |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 6-3-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20-3-2026 |
| ક્યાં અરજી કરવી | www.rmc.gov.in |
રાજકોટમાં નોકરીઓ માટે પોસ્ટની વિગતો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડિશનલ ચીફ ફાયર ઓફિસર પોસ્ટની એક જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે ઉમેદવારો ઓનલાઈન અરજી આજે તારીખ 6 માર્ચ 2026થી 20 માર્ચ 2026 સુધઈમાં સંસ્થાની વેબસાઈટ www.rmc.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ બેચલર ઓફ એન્જિનિયરિંગ (ફાયર) / બેચલર ઓફ ટેકનોલોજી (ફાયર)/બેચલર ઓફ એન્જિનિયરિંગ (ફાયર એન્ડ સેફ્ટી) / બેચલર ઓફ ટેકનોલોજી (ફાયર એન્ડ સેફ્ટી)/ બેચલર ઓફ સાયન્સ (ફાયર)/ બેચલર ઓફ સાયન્સ (ફાયર એન્ડ સેફ્ટી)/બી. ટેક ફાયર એન્ડ એન્વાયર્નમેન્ટ, હેલ્થ, સેફ્ટી (એફ એન્ડ ઇએચએસ) ની ડિગ્રી.
- ઉમેદવારને કમ્પ્યુટરના ઉપોયગ વિશે પાયાની જાણકારી હોવી જરૂરી.
- આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અને શારીરિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
વય મર્યાદા
રાજકોટ મહાગનરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
લાયકાત ધરાવતા રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉપલી વયમર્યાદામાં કોઈ બાધ રહેશે નહીં.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ -10 પ્રમાણે ₹56,100-₹1,77,500 પગાર મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયરના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની www.rmc.gov.in વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us