RMC Bharti 2025 : રાજકોટમાં સારા પગાર વાળી કાયમી નોકરી મેળવવાની સોનેરી તક,અહીં વાંચો સંપૂર્ણ માહિતી

RMC (Rajkot municipal corporation) environment engineer Bharti : રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત પર્યાવરણ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

RMC (Rajkot municipal corporation) environment engineer Bharti : રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત પર્યાવરણ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
RMC Recruitment 2025

રાજકોટ મહાનગરપાલિકા ભરતી Photo-X

RMC Bharti 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં જ નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ ઈજનેર પોસ્ટની એક જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે RMCએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત પર્યાવરણ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

RMC Bharti 2025 ની મહત્વની માહિતી

સંસ્થા રાજકોટ મ્યુનિસિપ કોર્પોરેશન (RMC)
પોસ્ટ પર્યાવરણ ઈજનેર
જગ્યા 01
વય મર્યાદા 21થી 45 વર્ષ
એપ્લિકેશન મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 1-10-2025
ક્યાં અરજી કરવી https://rmc.gov.in/

રાજકોટ ભરતી 2025 માટે પોસ્ટની વિગતો

રાજકોટ મહાનગરપાલિકાની પર્યાવરણ ઈજનેર વર્ગ-1 સંવર્ગની એક જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. બિનઅનામત વર્ગના ઉમદેવારોની આ પોસ્ટ માટે પસંદગી થનાર છે.

RMC ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીના પર્યાવરણ એન્જીનીયરિંગ અથવા સિવિલ એન્જીનીયરિંગ (એન્વાયરમેન્ટલ એન્જીનિયરીંગ વિષય સાથે) અને ડેપ્યુટી એક્ઝી. એન્જી. કક્ષાની એન્જીનીયરિંગ જગ્યાનો પાંચ વર્ષનો અનુભવ અથવા આસ.એન્જીનીયરિંગ કે સમકક્ષ જગ્યાનો સાત વર્ષનો અનુભવ.
  • પર્યાવરણ એન્જીનીયંગના અનુસ્નાતક અથવા મીકેનીકલ એન્જીનિયરિંગનું જ્ઞાન વધારાની લાયકાત ગણાશે.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21થી વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

રાજકોટમાં નોકરી માટે પગાર ધોરણ

રાજકોટ મહાનગરપાલિકામાં પર્યાવરણ ઈજનેર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને સાતમાં પગાર પંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ -10 પ્રમાણે ₹56,100-₹1,77,500 પગાર મળવા પાત્ર રહેશે.

આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની www.rmc.gov.in વેબસાઈટ ઉપર જવું
અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી

Advertisment
રાજકોટ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી