RMC Recruitment 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે તગડા પગારવાળી નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ પદો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ભરતી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
રાજકોટ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા ભરતી પોસ્ટ ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર જગ્યા 42 વય મર્યાદા 18થી 35 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2025 ક્યાં અરજી કરવી www.rmc.gov.in
રાજકોટ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગત
પોસ્ટ જગ્યા ડીવીઝનલ ઓફિસર 4 સ્ટેશન ઓફિસર 3 સબ ઓફિસર (ફાયર) 35 કુલ 42
રાજકોટ મહાનગરપાલિકા ભરતી લાયકાત
ડીવીઝનલ ઓફિસર
- શૈક્ષણિક લાયકાત – UGC/AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હિકલ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
- અનુભવ – કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ મહાનગરપાલિકા / પબ્લિક સેક્ટર અંડરટેકિંગ / કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં સ્ટેશન ઓફિસનો 05 વર્ષનો અનુભવ અથવા સબ ઓફિસર (ફાયર)નો 7 વર્ષનો અનુભવ
- શારીરિક લાયકાત – શારીરિક કસોટીમાં ઉતિર્ણ થવું જરૂરી
સ્ટેશન ઓફિસર
- શૈક્ષણિક લાયકાત – UGC/AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હિકલ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
- અનુભવ – કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ મહાનગરપાલિકા / પબ્લિક સેક્ટર અંડરટેકિંગ / કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં સબ ઓફિસનો 05 વર્ષનો અનુભવ અથવા સબ ઓફિસર (ફાયર)નો 7 વર્ષનો અનુભવ
- શારીરિક લાયકાત – શારીરિક કસોટીમાં ઉતિર્ણ થવું જરૂરી
સબ ઓફિસર (ફાયર)
- શૈક્ષણિક લાયકાત – UGC/AICTE માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ અને હેવી મોટર વ્હિકલ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
- અનુભવ – કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ મહાનગરપાલિકા / પબ્લિક સેક્ટર અંડરટેકિંગ / કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગમાં લિડિંગ ફાયરમેનનો 05 વર્ષનો અનુભવ.
- શારીરિક લાયકાત – શારીરિક કસોટીમાં ઉતિર્ણ થવું જરૂરી
વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
પગાર ધોરણ
પોસ્ટ પગાર ડીવીઝનલ ઓફિસર ₹44,900થી ₹1,42,400 સ્ટેશન ઓફિસર ₹39,900થી ₹1,26,600 સબ ઓફિસર (ફાયર) ₹35,400થી ₹1,12,400
અરજી કેવી રીતે કરવી
- રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ રાજકોટ મહાનગરપાલિકાની www.rmc.gov.in વેબસાઈટ ઉપર જવું
- અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
- અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
- અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.