RMC Recruitment 2024, Rajkot Municipal Corporation Bharti, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને એન્જીનિયરિંગ કરેલા ઉમેદવારો માટે રાજકોટમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટની કુલ 16 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 જુન 2024 અંતિમ તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટની વિગતો, અરજી કરવાની છેલ્લી તારીખ, અનુભવ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ લેખ અંત સુધીમાં ચોક્કસ વાંચવા.
રાજકોટ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ નાયબ કાર્યપાલક ઈજનેર, આસિસ્ટન્ટ એન્જીનીયર સહિત વિવિધ જગ્યા 16 અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2024 વેબસાઈટ https://www.rmc.gov.in/ અહીં અરજી કરવી http://117.217.104.235/RMCRecruit/
રાજકોટ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ ખાલી જગ્યા નાયાબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) 02 આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) 09 આસિસ્ટન્ટ એન્જીનીયર (મિકેનીકલ) 01 એડીશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર (સિવિલ) 04 કુલ 16
શૈક્ષણિક લાયકાત
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ બી.ટેક, સિવિલ તથા બી ટેક મિકેનીકલની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
અનુભવ
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)ની જગ્યા માટે માંગેલા અનુભવ સિવિલ એન્જીનીયર તરીકેનો ફિલ્ડની કામગીરીનો અનુભવ માન્ય ગણાશે.
આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી, વડોદરામાં ITI, ધો.10 પાસ અને સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક
નોટિફિકેશન
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટની વિગતો, અરજી કરવાની છેલ્લી તારીખ, અનુભવ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ લેખ અંત સુધીમાં ચોક્કસ વાંચવા.
કેવી રીતે અરજી કરવી?
- રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે http://117.217.104.235/RMCRecruit/
- એપ્લાય ઓનલાઈન વિકલ્પ પર ક્લિક કરો.
- RMC ભરતી 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- કોલ લેટર અને અન્ય રેફરન્સ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ઉપર દર્શાવેલા પગલાં થકી ઉમેદવારો પોતાનું રાજકોટ મહાનગર પાલિકાનું ફોર્મ સરળતાથી ભરી શકશે. અહીં ક્લિક કરીને અન્ય ભરતીઓ વિશેના સમાચાર વાંચો.





