રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં ₹ 40,000થી વધુના પગારવાળી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

RMC recruitment 2024 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફ્ટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

RMC recruitment 2024 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફ્ટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
RMC Recruitment 2024, Rajkot Municipal Corporation Bharti, RMC Bharti 2024

રાજકોટ મહાનગરપાલિકા ભરતી photo - X @smartcityrajkot

RMC Recruitment 2024,રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા અને સારા પગાર વાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફ્ટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફૂડ સેફ્ટી અધિકારી પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થારાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટફૂડસેફ્ટી
જગ્યા4
વય મર્યાદા35 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની શરુઆતની તારીખ30-10-2024
અરજી કરવાની છેલ્લી તારીખી16-11-2024
ક્યાં અરજી કરવીhttp://117.217.104.235/RMCRecruit/

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિનઅનામત1
આ.ન.વ.1
સા.શૈ.પ.વ.1
અનુ.જન.જાતી1
કુલ4

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ માન્ય યુનિવર્સિટી કેમેસ્ટ્રીમાં અનુસ્નાતક અથવા ફૂડ ટેક્નોલોજી અથવા ડેરી ટેક્નોલોજી અથવા બાયો ટેક્નોલોજી અથવા ઓઈલ ટેક્નોલોજી અથવા એગ્રીકલ્ચર સાયન્સ અથવા વેટરનરી સાયન્સ કરેલું હોવું જોઈએ.
  • ગુજરાત સિવીલ સર્વિસીઝ ક્લાસિફિકેશન અને રીક્રૂટમેન્ટ રૂલ્સ 1967 મુજબ પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર કોમ્પ્યુટરની જાણકારી અંગેનું માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ
  • ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

પગાર ધોરણ

  • પ્રથમ વાંચ વર્ષ માટે પ્રતિ માસ ₹40,800 ફિક્સ પગાર મળશે
  • ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ-5 સ્કેલ ₹29,200 - ₹92,300 નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં પરંતુ અધિક્તમ વયમર્યાદા 45 વર્ષની રહેશે

અરજી કેવી રીતે કરવી

  • ઉમેદવારોએ સૌ પ્રથમ http://117.217.104.235/RMCRecruit/ વેબસાઈટ ઉપર જવું
  • એપ્લાય ઓનલાઈન ક્લિક પર ક્લિક કરવું
  • મોર ડીટેઈલમાં જુનિયર ક્લાર્ક જગ્યા ઉપર ક્લિક કરું, જેની આગળ એપ્લાય નાઉ આપેલું હશે ત્યાં ક્લિક કરું
  • ત્યારબાદ ફોર્મ ખુલશે. ફોર્મમાં આપેલી વિગતોને ધ્યાનપૂર્વક ભરવી
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે ક્લિક કરવી

નોટિફિકેશન

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની જાણકારી મેળવવા માટે ઉમેદવારોએ અહીં આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ- જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી : જૂનાગઢમાં વર્ગ-2 અને વર્ગ -3 અધિકારી બનવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ઉમેદવારોને સૂચન છે કે રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.

Advertisment
રાજકોટ નોકરી કરિયર ભરતી સરકારી નોકરી