રાજકોટ મહાનગરપાલિકા ભરતી : મેડિકલ ઓફિસરથી લઈને સ્ટાફ નર્સ સુધીની પોસ્ટ, ₹ 75,000 સુધીનો પગાર, વાંચો વિગતો

RMC Recruitment 2024, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં અને આસપાસના વિસ્તારોમાં રહેતા ઉમેદવારો માટે રાજકોટમાં નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ લેખમાં ભરતીની બધી માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
July 04, 2024 11:12 IST
રાજકોટ મહાનગરપાલિકા ભરતી : મેડિકલ ઓફિસરથી લઈને સ્ટાફ નર્સ સુધીની પોસ્ટ, ₹ 75,000 સુધીનો પગાર, વાંચો વિગતો
રાજકોટ મહાનગરપાલિકા ભરતી photo - X @smartcityrajkot

RMC Recruitment 2024, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : નોકરી શોધી રહેલા સૌરાષ્ટ્રમાં રહેતા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસરથી લઈને ફાર્માસિસ્ટની વિવિધ પોસ્ટમાટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૂલ 26 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટેની મહત્વની વિગતો

સંસ્થારાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)
પોસ્ટવિવિધ
ખાલી જગ્યા26
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ10 જુલાઈ 2024
વેબસાઈટhttps://www.rmc.gov.in
નોટિફિકેશન લિંકનોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ મહાનગરપાલિકા ભરતીની પોસ્ટની વિગતો

પોસ્ટ ખાલી જગ્યા
મેડિકલ ઓફિસર08
RBSK મેડિકલ ઓફિસર (આયુષ)08
RBSK ફાર્માસિસ્ટ06
RBSK ANM/FHW04
કુલ26

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. MBBSથી લઈને નર્સિંગ સુધીની લાયકાત માંગી છે. વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા અને પગાર ધોરણ

પોસ્ટ વય મર્યાદા પગાર
મેડિકલ ઓફિસર 62 વર્ષ ₹75,000
RBSK મેડિકલ ઓફિસર (આયુષ) 40 વર્ષ ₹31,000
RBSK ફાર્માસિસ્ટ 40 વર્ષ ₹ 16,000
RBSK ANM/FHW 45 વર્ષ ₹ 15,000

નોટિફિકેશન

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટ, ખાલી જગ્યા, અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા,નોકરી પ્રકાર, પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગત્યની સૂચના

  1. ઉમેદવારોની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલી અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાસ દ્વારા મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં.
  2. સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજીયા અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલી નહીં હોય તેમની અરજી ના મંજૂર કરવામાં આવશે.
  3. અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.
  4. ઉમેદવારો એક કરતા વધારે વખત કરેલી ઓલાઈન અરજી માન્ય ગણવામાં આવશે નહીં.
  5. જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે.
  6. ઉક્ત જગ્યાઓ માટેનો કરાર આધારિત સમયગાળો 11 માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરિયા તેમજ બજેટનાં આધારે વધારો કે ઘટાડો કરી શકાશે.
  7. ઉક્ત જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેનો આખરી નિર્ણય ચેરમેન, અર્બન હેલ્થ સોસાયટી, રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

આ પણ વાંચો

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરના ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે અરજી કરતા પહેલા આપેલું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ