RMC Recruitment 2024, રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં રહેતા ઉમેદવારો માટે રાજકોટમાં જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કૂલ 319 જગ્યાઓ ભરવા માટે ઉમેવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) પોસ્ટ ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર સહિત વિવિધ કુલ 319 એપ્લિકેશન મોડ ઓનલાઇન નોકરીનું સ્થળ રાજકોટ છેલ્લી તારીખ 07-11-2024 સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in
રાજકોટ મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા વિભાગીય અધિકારી 4 સ્ટેશન ઓફિસર 5 સબ ઓફિસર (ફાયર) 35 ફાયર ઓપરેટર (પુરુષ) 275 કુલ 319
રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
વિભાગીય અધિકારી
- શૈક્ષણિક લાયકાત: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી ડિવિઝનલ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- અનુભવ : સ્ટેશન ઓફિસર તરીકે 5 વર્ષનો અનુભવ અથવા કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના ફાયર અને ઇમરજન્સી સેવા વિભાગમાં સબ ઓફિસર (ફાયર) તરીકે 7 વર્ષનો અનુભવ.
- શારીરિક લાયકાત: શારીરિક કસોટી પાસ કરવી આવશ્યક છે.
- પગારઃ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ્ડ ₹53,700/- અને પાંચ વર્ષ પછી પગાર સૂચના વાંચો.
- ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ.
સ્ટેશન ઓફિસર
- શૈક્ષણિક લાયકાત: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- અનુભવ: સબ ઓફિસર તરીકે 5 વર્ષનો અનુભવ અથવા કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/જાહેર ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના અગ્નિશમન અને કટોકટી સેવાઓ વિભાગમાં અગ્રણી ફાયરમેન તરીકે 7 વર્ષનો અનુભવ.
- પગારઃ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ્ડ ₹51,000/- અને પાંચ વર્ષ પછી પગાર સૂચના વાંચો.
- ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
સબ ઓફિસર (ફાયર)
- શૈક્ષણિક લાયકાત: UGC/AICTE માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરમાંથી સબ ઓફિસર્સ કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- અનુભવ : કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/મ્યુનિસિપલ કોર્પોરેશન/જાહેર ક્ષેત્રના ઉપક્રમ/કંપની અધિનિયમ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીના અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગમાં અગ્રણી ફાયરમેન તરીકે 5 વર્ષનો અનુભવ.
- શારીરિક લાયકાત: શારીરિક કસોટી પાસ કરવી આવશ્યક છે.
- પગારઃ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ્ડ ₹49,600/- અને પાંચ વર્ષ પછી પગાર સૂચના વાંચો.
- ઉંમર મર્યાદા: 18 થી 35 વર્ષ
ફાયર ઓપરેટર (પુરુષ)
- શૈક્ષણિક લાયકાત: સરકારી સંસ્થામાં ધોરણ 10 પાસ અને ફાયર મેન કોર્સ પાસ અને હેવી મોટર વ્હીકલ લાઇસન્સ હોવું આવશ્યક છે.
- શારીરિક લાયકાત: શારીરિક કસોટી પાસ કરવી આવશ્યક છે.
- પગારઃ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ્ડ ₹26,000/- અને પાંચ વર્ષ પછી પગાર સૂચના વાંચો.
- ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ
અરજી કેવી રીતે કરવી
- ઉમેદવારોએ સૌ પ્રથમ સસ્થાની સત્તાવાર વેબસાઈટ ઉપર જવું
- એપ્લાય ઓનલાઈન ક્લિક પર ક્લિક કરવું
- અહીં વિવિધ જગ્યાઓ દેખાશે. જે જગ્યા માટે અરજી કરવાની હોય તે જગ્યાની આગળ એપ્લાય નાઉ આપેલું હશે ત્યાં ક્લિક કરું
- ત્યારબાદ ફોર્મ ખુલશે. ફોર્મમાં આપેલી વિગતોને ધ્યાનપૂર્વક ભરવી
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે ક્લિક કરવી
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં ₹ 40,000થી વધુના પગારવાળી નોકરી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવું અને પછી જ અરજી કરવી.