રાજકોટ મહાનગરપાલિકા ભરતી : ITI પાસ ઉમેદવારો માટે રાજકોટમાં નોકરી મેળવવાની સૂવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

RMC Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : January 17, 2025 10:52 IST
રાજકોટ મહાનગરપાલિકા ભરતી : ITI પાસ ઉમેદવારો માટે રાજકોટમાં નોકરી મેળવવાની સૂવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી
રાજકોટ મહાનગરપાલિકા ભરતી- photo - X @smartcityrajkot

RMC Recruitment 2025, રાજકોટ મહાનગરપાલિકા ભરતીઃ રાજકોટમાં રહેતા અને આઈટીઆઈ પાસ ઉમેદવારો નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે આ કામના સમાચાર આવી ગયા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટએપ્રેન્ટીસ
જગ્યા825
વય મર્યાદાઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2025
ક્યાં અરજી કરવીhttp://117.217.104.235/RMCRecruit/

પોસ્ટની વિગત

રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસશીપ એક્ટ 1961 તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપર યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલા 825 જગ્યાઓ ભરવા નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ફક્ત ઓનલાઈન માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર 31 જાન્યુઆરી 2025 દરમિયાન અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ.ટી.આટીમાંથી જ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

પગાર ધોરણ

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદાવરોને સરકાર દ્વારા નિયત થયેલી રમક માસિક સ્ટાઈપેન્ડ પેટે ચૂકવવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઈટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત નકલ જોડીને આપેલા સરનામા પર મોકલવાની રહેશે
  • ઉમેદવારે આસી.મેનેજર, મહેકમ શાખા, રૂમ નં.1, બીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ 360001ના સરનામા પર મોકલવાની રહેશે
  • ઉમેદવારોએ પોતાની અરજી 7 ફેબ્રુઆરી 2025 સુધીમાં આપેલા સરનામે કામકાજ દિવસ અને સમય મુજબ (સવારે 10.30થી 6.10) રજૂ કરવાના રહેશે.

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

  • નિયત પાત્રતા ધરાવતા ઉમદેવારોને મેરીટન અગ્રતાક્રમ મજુબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે. સમયાંતરે ખાલી પડતી જગ્યાઓ પર મેરીટ મુજબ વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટીસોને તાલીમ માટે રાખવામાં આવશે
  • ઓનલાઈન અરજી કર્યા બાદ ઉપર જણાવેલ વિગતે નિયત સમયમર્યાદામાં ડોક્યુમેન્ટ જમા રજૂ ન કરનાર ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ગણવામાં આવશે.
  • સંબંધિત ટ્રેડમાં ફક્ત આઈ.ટી.આઈ પાસ ઉમેદવારોએ જ અરજી કરવાની રહેશે. અગાઉ કોઈપણ ટ્રેડમાં રાજકોટ મહાનગરપાલિકા કે અન્ય સંસ્થા ખાતેથી એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલા હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહીં.

નોટિફિકેશન

ઉમેદવારોને સૂનચ છેકે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ