RNSB Recruitment 2025 : ગાંધીનગર અને વાંકાનેરમાં બેંકમાં નોકરી મેળવવાની જોરદાર તક, ફ્રેશર પણ કરી શકશે અરજી

RNSB Recruitment 2025 Executive and Apprentice posts:રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

RNSB Recruitment 2025 Executive and Apprentice posts:રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
RNSB ભરતી 2025 | નવીનતમ RNSB નોકરીની ખાલી જગ્યાઓ

RNSB ભરતી 2025 ની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે - photo- Social media

RNSB Bharti 2025, Rajkot Nagarik Sahakari bank Bharti, રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી : બેંકમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એકદમ સારા સમાચાર આવી ગયા છે. રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી) અને એપ્રેન્ટીસ પ્યુન (પટાવાળા)ની પોસ્ટ માટે ભરતીનું નોટીફિકેશન બહાર પાડ્યું છે. રાજકોટ નાગરિક સહકારી બેંકે આ પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

Advertisment

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતીની અગત્યની માહિતી

સંસ્થારાજકોટ નાગરિક સહકારી બેંક
પોસ્ટજુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી), પટાવાળા
જગ્યાઉલ્લેખન નથી
નોકરી સ્થળગાંધીનગર, વાંકાનેર
વય મર્યાદા30 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ4-12-2025
ક્યાં અરજી કરવીhttps://jobs.rnsbindia.com/

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો

રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિવિધ શહેરોમાં જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી) અને એપ્રેન્ટીશ પ્યુનની પોસ્ટ ભરવા માટે સ્નાતક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે. સ્થાનિક ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.

Advertisment

કયા કયા શહેરમાં જગ્યા ભરાશે

પોસ્ટસ્થળ
જુનિયર એક્ઝિક્યુટિવ (તાલીમાર્થી)ગાંધીનગર
એપ્રેન્ટીશ પ્યુનવાંકાનેર

શૈક્ષણિક લાયકાત

  • રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર આર્ટ્સ સિવાય કોઈપણ વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવાર કોમ્પ્યુટરના જ્ઞાનથી વાકેફ હોવા જોઈએ
  • કોઈપણ સહકારી બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થામાં 2 વર્ષનો અનુભવ પ્રાધાન્યક્ષમ છે
  • ફ્રેશર્સ અરજી કરી શકે છે

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો 30 વર્ષથી વધારે ઉંમરના ન હોવા જોઈએ.

ભરતીની જાહેરાત - પીડીએફ

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

કેવી રીતે અરજી કરવી

રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે અરજી કરવા ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવા

  • સૌ પ્રથમ ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://rnsbindia.com/ની મુલાકાત લેવી
  • વેબસાઈટ ઉપર career નો ઓપ્શન આપેલો હશે
  • કરિયર પર ક્લિક કરવાની ભરતીની માહિતી દેખાશે
  • જ્યાં એપ્લાય નાઉ બટન પર ક્લિક કરવું
  • અહીં ફોર્મ દેખાશે અને માંગેલી માહિતી અને જરૂરી દસ્તાવેજો અટેચ કરવા
  • ફોર્મને સબમીટ કરીને પ્રીન્ટ કાઢી લેવી
બેંક નોકરી રાજકોટ નોકરી કરિયર ભરતી