/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Pm-modi-rozgar-mela.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી - Photo- ANI
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોજગાર મેળામાં વીડયો કોન્ફરન્સિંગ થકી નવનિયુક્ત કર્મીઓને 51,000થી વધારે એપોઇમેન્ટ લેટર આપ્યા હતા. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આઝાદીના આ અમૃતકાળમાં દેશની આઝાદી અને દેશના કોટી કોટી જનોના અમૃતરક્ષક બનવા પર તમને ખુબ ખુબ શુભેચ્છાઓ. આજે જે યુવાઓને નિયુક્તિ પત્ર મળ્યા છે તે દેશની સેવાની સાથે સાથે દેશના નાગરિકોની રક્ષા પણ કરશે. એટલા માટે એક પ્રકારે તમે પણ અમૃતકાળના જન અને અમૃતરક્ષક પણ છો.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે રોજગાર મેળાનું આયોજન એક મુદ્દતથી થઈ રહ્યું છે જ્યારે દેશ ગર્વ અને આત્મવિશ્વાસથી ભરેલો છે. અમારું ચંદ્રયાન અને તેનું રોવર પ્રજ્ઞાન સતત ચંદ્રની ઐતિહાસિક તસવીરો મોકલી રહ્યું છે. આવા સમયે તમે તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ યાત્રા શરુ કરવા જઈ રહ્યા છો. સેનામાં આવીને સુરક્ષા દળની સાથે જોડાઈને, પોલીસ સેવામાં આવીને દરેક યુવાનું સપનું હોય છે કે દેશની રક્ષાના પ્રહરી બને. એટલા માટે તમારે ખુબ જ દાયિત્વ હોય છે. એટલા માટે તમારી જરૂરિયાત પ્રત્યે અમારી સરકાર ખુબ જ ગંભીર રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આવેદન લઇને પસંદગી સુધી પ્રક્રિયાઓમાં ઝડપ લાવવામાં આવી છે. અર્ધસૈનિક દળોમાં ભર્તી થનારી પરીક્ષા હવે 13 સ્થાનિય ભાષાઓમાં પણ કરાવવામાં આવી રહી છે. આ બદલાવથી લાખો યુવાઓ માટે રોજગાર મેળવવાના અવસર ખુલી ગયા છે. આ રોજગાર મેળો દેશભરમાં 45 સ્થાનો પર આયોજીત કરવામાં આવ્યા છે.
આ રોજગાર મેળા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રાલયના કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, સીમા સુરક્ષા દળ, સશસ્ત્ર સીમા દળ, અસમ રાઇફલ્સ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, ભારત તિબ્બત સીમા પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સાથે સાથે દિલ્હી પોલીસમાં કર્મીઓની પણ ભરતી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us