RPF Recruitment 2024, રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફમાં કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ માટે 4660 જગ્યાઓની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટેની અરજી સંપૂર્ણ પણે ઓનલાઈન છે જે સોમવાર, 15 એપ્રિલ, 2024 થી શરૂ થઈ છે. આ ભરતીનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આજથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
RPF Recruitment 2024 : રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા ઇન્ડિયન રેલવે પોસ્ટ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ખાલી જગ્યા 4660 છેલ્લી તારીખ 14 મે 2024 વય મર્યાદા 18થી 28 વર્ષ સુધી ક્યાં અરજી કરવી rpf.indianrailways.gov.in
RPF Recruitment 2024 : રેલવે પ્રોટેક્શન ફોર્સ ભરતી પોસ્ટ અંગે માહિતી
પોસ્ટ કુલ જગ્યા કોન્સ્ટેબલ 4208 સબ ઇન્સ્પેક્ટર 452 કુલ 4660
RPF Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોન્સ્ટેબલ માટે અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત 10 પાસ તરીકે નક્કી કરવામાં આવી છે. આ સિવાય સબ ઇન્સ્પેક્ટર માટે માત્ર ગ્રેજ્યુએટ ઉમેદવારો જ અરજી કરી શકે છે.
RPF Recruitment 2024 માટે વય મર્યાદા
કોન્સ્ટેબલના પદ માટે વય મર્યાદા 18 થી 28 વર્ષ અને સબ ઈન્સ્પેક્ટર માટે 20 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.
RPF Recruitment 2024 માટે અરજી ફી
અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS માટેની ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમામ કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. અરજી ફોર્મમાં ફેરફાર કરવા માટે 250 રૂપિયા પણ ચૂકવવા પડશે. તમામ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ તેમજ UPI દ્વારા ચૂકવવામાં આવશે.
આ પણ વાંચોઃ- GERMI Recruitment 2024 : ગાંધીનગરમાં ₹ 60,000 સુધી પગારની નોકરીઓ, ફટાફટ કરો અરજી
RPF Recruitment 2024 માટે કેવી રીતે અરજી કરવી?
આ પોસ્ટ માટે રસ ધરાવાત ઉમેદવારોએ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ rpf.indianrailways.gov.in પર ક્લિક કરવી અને આપેલી સુચના પ્રમાણે તબક્કાવાર અરજી ભવરી અને અંતમાં અરજીની પ્રીન્ટ કાઢી લેવી.
RPF Recruitement 2024 નોટિફિકેશન
ભરતી માટે શારીરિક પાત્રતા માપદંડ
- આ ભરતી માટેની શારીરિક કસોટીમાં સામાન્ય અને ઓબીસી કેટેગરીના પુરૂષ ઉમેદવારો માટે ઉંચાઈ મર્યાદા 165 સેમી રાખવામાં આવી છે. જ્યારે મહિલા ઉમેદવારો માટે તે 157 સેન્ટિમીટર છે. SC/ST પુરૂષ ઉમેદવારો માટે ઉંચાઈ મર્યાદા 160 સેમી રાખવામાં આવી છે. અહીં મહિલા ઉમેદવારો માટે ઊંચાઈની મર્યાદા 152 સેમી નક્કી કરવામાં આવી છે.
- મિનિટ 45 સેકન્ડમાં 1600 મીટર દોડવાનું રહેશે. સબ ઈન્સ્પેક્ટર માટે 1600 મીટરની રેસ 6 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.
- મહિલા ઉમેદવારોએ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર માટે 800 મીટર દોડવાનું રહેશે. આ માટે સબ ઈન્સ્પેક્ટરની રેસમાં 4 મિનિટ અને કોન્સ્ટેબલની રેસમાં 3 મિનિટ 40 સેકન્ડ આપવામાં આવશે.





