/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/RPF-Recruitment-2024.jpg)
રેલવે પ્રોટેક્શન ફોર્સ બમ્પર ભરતી
RPF Recruitment 2024, Government jobs, Sarkari Nokri : રેલવે ભરતી બોર્ડે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (RPS) માં કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટરની કુલ 2250 જગ્યાઓ માટે ભરતી સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ rpf.indianrailways.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે.
રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને SI પોસ્ટ્સ પાત્રતા, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પરીક્ષાની તારીખ અને નીચે અરજી કરવાનાં પગલાં સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બમ્પર ભરતી, મહત્વની માહિતી
| સંસ્થા | રેલવે ભરતી બોર્ડ |
| પોસ્ટ | RPF (કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર) |
| સંખ્યા | 2250 |
| વય મર્યાદા | 18થી 25 વર્ષ |
| ક્યાં અરજી કરવી | rpf.indianrailways.gov.in |
RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બમ્પર ભરતી, પોસ્ટની વિગત
| પોસ્ટ | કુલ સંખ્યા |
| કોન્સ્ટેબલ | 2000 |
| સબ ઇન્સ્પેક્ટર | 250 |
| કુલ સંખ્યા | 2250 |
આ તમામ ખાલી જગ્યાઓમાંથી 10 ટકા ભૂતપૂર્વ સૈનિકો માટે અને 15 ટકા મહિલા ઉમેદવારો માટે અનામત છે.
RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બમ્પર ભરતી : વય મર્યાદા
સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 20 થી 25 વર્ષ છે. કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 25 વર્ષની છે. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને રેલવે ભરતી બોર્ડના નિયમો અનુસાર ઉંમરમાં થોડી છૂટછાટ આપવામાં આવશે.
RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બમ્પર ભરતી, શૈક્ષણિક લાયકાત
સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોવું જોઈએ. કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો માટે માન્ય બોર્ડમાંથી 10મું પાસ અથવા તેની સમકક્ષ ડિગ્રી જરૂરી છે.
RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બમ્પર ભરતી, પરીક્ષા
ભરતી પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં લાયક બનવા માટે ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત કસોટી (CBT)માંથી પસાર થવું પડશે. પરીક્ષા સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે ગ્રેજ્યુએશન સ્તરની અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે મેટ્રિક સ્તરની હશે. SC અને ST ઉમેદવારો સિવાય તમામ ઉમેદવારોએ CBTમાં ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 35 ટકા સ્કોર કરવો પડશે જેના માટે ક્વોલિફાઇંગ સ્કોર 30 ટકા છે.
RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બમ્પર ભરતી, નોટિફિકેશન
RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં બમ્પર ભરતી, પસંદગી પ્રક્રિયા
RPF SI અને કોન્સ્ટેબલની જગ્યાઓ 2024 માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી નીચેના ત્રણ તબક્કામાં કરવામાં આવશે.
- તબક્કો 1: તબક્કો 1 પરીક્ષા CBT હશે અને તે રેલવે ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવશે.
- તબક્કો 2: રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) તબક્કા 2 ની પરીક્ષા લેશે, જેમાં PET (શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ) અને PMT (શારીરિક માપન પરીક્ષણ)નો સમાવેશ થાય છે.
- તબક્કો 3: જે ઉમેદવારો પરીક્ષાના પ્રથમ બે તબક્કામાં લાયક ઠરે છે તેઓ તબક્કા 3 માટે લાયક ઠરશે, જેમાં RPF દ્વારા હાથ ધરવામાં આવેલી દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયાનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us