RRB ભરતી 2025: રેલવે ભરતી બોર્ડે 32,438 પોસ્ટ માટે અરજીની અંતિમ તારીખ વધારી, અહીં જાણો નવી તારીખ સહિત બીજી બધી માહિતી

rrb recruitment 2025 : રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડીની ભરતી માટે જે ઉમેદવારોએ હજી પણ અરજી કરી નથી તેવા ઉમેદવારોને અરજી કરવા માટે વધારે સમય મળ્યો છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડીની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારી છે.

rrb recruitment 2025 : રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડીની ભરતી માટે જે ઉમેદવારોએ હજી પણ અરજી કરી નથી તેવા ઉમેદવારોને અરજી કરવા માટે વધારે સમય મળ્યો છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડીની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
rrb bharti 2025 extends last date for applications

રેલવે ભરતી બોર્ડે અંતિમ તારીખ વધારી - photo- X

RRB bharti 2025, RRB ભરતી 2025: રેલવે ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં ગ્રપ ડીની 32 હજાર કરતા વધારે સહાયક અને અન્ય જગ્યોની ભરતી બહાર પાડી હતી. આ ભરતી માટે અરજી કરવાની બાકી હોય એ ઉમેદવારો માટે આ સમાચાર મહત્વના છે. જે ઉમેદવારોએ હજી પણ અરજી કરી નથી તેવા ઉમેદવારોને અરજી કરવા માટે વધારે સમય મળ્યો છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા ગ્રુપ ડીની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારી છે.

Advertisment

રેલવે ભરતી બોર્ડ અરજી કરવાની નવી તારીખ કઈ?

32438 જગ્યાઓ પર RRB ગ્રુપ Dની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. હવે તમે રેલ્વે ગ્રુપ ડીની ભરતી માટે 1 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. જ્યારે અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 હતી. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરીથી વધારીને 03 માર્ચ કરવામાં આવી છે.

હવે અરજી ફોર્મમાં 4 માર્ચથી 13 માર્ચ સુધી સુધારા કરી શકાશે, જ્યારે અગાઉ સુધારા માટેનો સમય 25 ફેબ્રુઆરીથી 6 માર્ચ, 2025 સુધી નક્કી કરવામાં આવ્યો હતો. રેલ્વે ભરતી બોર્ડે કહ્યું છે કે ઉમેદવારો બનાવેલ ખાતામાં ભરેલી વિગતો અને રેલ્વે પસંદ કરેલમાં ફેરફાર કરી શકશે નહીં.

પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
પોઈન્ટ્સમેન-બી (ટ્રાફિક5,058
સહાયક (ટ્રેક મશીન) (એન્જિનિયરિંગ)799
મદદનીશ (બ્રિજ) (એન્જિનિયરિંગ)301
ટ્રેક જાળવણી Gr. IV (એન્જિનિયરિંગ)13,187
આસિસ્ટન્ટ પી-વે (એન્જિનિયરિંગ)247
મદદનીશ (C&W) (મિકેનિકલ)2,587
મદદનીશ TRD (ઇલેક્ટ્રિકલ)1,381
મદદનીશ (S&T) (S&T)2,012
આસિસ્ટન્ટ લોકો શેડ (ડીઝલ) (મિકેનિકલ)420
આસિસ્ટન્ટ લોકો શેડ (ઇલેક્ટ્રિકલ) (ઇલેક્ટ્રિકલ)950
મદદનીશ કામગીરી (ઇલેક્ટ્રિકલ)744
સહાયક TL અને AC (ઇલેક્ટ્રિકલ)1,041
મદદનીશ TL અને AC (વર્કશોપ) (ઇલેક્ટ્રિકલ)624
મદદનીશ (વર્કશોપ) (મિકેનિકલ)3,077
Advertisment

શૈક્ષણિક લાયકાત

  • જે ઉમેદવારોએ ધોરણ 10 અથવા ITI અથવા સમકક્ષ પાસ કર્યું છે અથવા NCVT દ્વારા આપવામાં આવેલ રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમાણપત્ર ધરાવે છે તેઓ આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
  • 1 જાન્યુઆરી, 2025ના રોજ ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)ના આધારે કરવામાં આવશે.
  • CBT માં સફળ થયેલા ઉમેદવારોને PET માટે બોલાવવામાં આવશે. CBT માત્ર એક તબક્કામાં યોજાશે.
  • PET પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ થશે.
  • સીબીટી 90 મિનિટની હશે. કુલ 100 પ્રશ્નો હશે.
  • સામાન્ય વિજ્ઞાન અને ગણિતમાંથી 25-25 પ્રશ્નો પૂછવામાં આવશે.
  • 30 પ્રશ્નો જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગમાંથી અને 20 પ્રશ્નો જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સમાંથી આવશે.

પગાર ધોરણ

  • રેલવે ભરતી બોર્ડ અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને ₹ 18000/- (સ્તર-1) નું પગાર ધોરણ મળશે.

વય મર્યાદા

  • આ ભરતી માટે 18 થી 36 વર્ષની વયના લોકો અરજી કરી શકે છે. OBC માટે 3 વર્ષ અને SC, ST કેટેગરીઓ માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. 10મું પાસ (અથવા ITI) ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 1 જાન્યુઆરી, 2025 થી ઉંમરની ગણતરી કરવામાં આવશે.
  • સામાન્ય અને EWS કેટેગરીના અરજદારોનો જન્મ 01.01.2007 પછી અને 02.01.1989 પહેલા ન હોવો જોઈએ.
  • OBC (NCL) કેટેગરીના અરજદારોનો જન્મ 01.01.2007 પછી અને 02.01.1986 પહેલા ન હોવો જોઈએ.
  • SC/ST કેટેગરીના અરજદારોનો જન્મ 01.01.2007 પછી અને 02.01.1984 કરતાં પહેલાં ન થયો હોવો જોઈએ.

અરજી ફી

  • સામાન્ય, OBC અને EWS કેટેગરીઓએ અરજી માટે રૂ. 500 ફી ચૂકવવી પડશે. જો કે, જો તમે પ્રથમ તબક્કાની CBT પરીક્ષામાં હાજર થશો, તો 400 રૂપિયા રિફંડ કરવામાં આવશે.
  • SC, ST, તમામ કેટેગરીની મહિલાઓ, વિકલાંગ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 250 છે. જો કે, જો તમે પ્રથમ તબક્કાની CBT પરીક્ષામાં હાજર થશો, તો સમગ્ર રૂ. 250 રિફંડ કરવામાં આવશે.

ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.

કેવી રીતે અરજી કરવી

  • આ ભરતી માટે અરજી કરવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.rrbapply.gov.in/ ની મુલાકાત લો.
  • વેબસાઇટના હોમ પેજ પર તમારે નોટિફિકેશન પર જવું પડશે.
  • હવે તમારે ભરતી સંબંધિત એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • નવા પૃષ્ઠ પર, ઉમેદવારોએ પ્રથમ નવી નોંધણી લિંક પર ક્લિક કરીને નોંધણી કરાવવી જોઈએ.
  • નોંધણી પછી, ઉમેદવારોએ અન્ય વિગતો ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.
  • અંતે, ઉમેદવારોએ નિયત ફી જમા કરાવવી જોઈએ અને સંપૂર્ણ ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી જોઈએ અને તેને સુરક્ષિત રાખવી જોઈએ.
કરિયર નોકરી ભરતી રેલવે સરકારી નોકરી