Railway RRB Group D Admit Card 2025 : રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ ગ્રૂપ ડી ભરતી પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જારી થયા છે. હવે જે ઉમેદવારોએ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (સીબીટી) માટે અરજી કરી છે તેઓ સત્તાવાર રિજનલ આરઆરબી વેબસાઇટ્સ પરથી તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે. અહેવાલો અનુસાર, CBT પરીક્ષા 27 નવેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 સુધી યોજાવાની સંભાવના છે.
RRB Group D Admit Card 2025 ક્યારે આવશે?
મળતી માહિતી મુજબ પરીક્ષાની તારીખના 4 દિવસ પહેલા એડમિટ કાર્ડ વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારો પહેલા પરીક્ષા શહેર અને તારીખની સૂચના લિંક તપાસી શકશે અને પછી સત્તાવાર પૃષ્ઠ પરથી તેમની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
RRB Group D Admit Card 2025 ક્યાંથી ડાઉનલોડ કરવા?
એડમિટ કાર્ડ રિજનલ આરઆરબીની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે, જેના માટે ઉમેદવારોએ તેમનો રજિસ્ટ્રેશન નંબર અને લોગ-ઇન ક્રેડેન્શિયલ દાખલ કરવા પડશે.
RRB Group D Exam પેટર્ન 2025
CBTમાં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જેની વિષય મુજબ વિગતો નીચે મુજબ છે.
વિષય પ્રશ્નોની સંખ્યા [ફેરફાર સંભવ] જનરલ સાયન્સ 25 ગાણિતિક 25 જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ 30 કરંટ અફેર્સ 20 કુલ પ્રશ્નો 100
RRB Group D ભરતીની વિગતો
આ ભરતી અભિયાન દ્વારા કુલ 32,438 જગ્યાઓ ભરવામાં આવશે. રેલવે ગ્રુપ ડીની ભરતી દેશની સૌથી મોટી રોજગાર પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- રિજનલ RBB સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- RRB Group D Admit Card 2025 લિંક પર ક્લિક કરો.
- તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો.
- હોલ ટિકિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ લઇ લો.
ઉમેદવારો માટે સલાહ
પરીક્ષાની તારીખ પહેલા અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી, હોલ ટિકિટ પ્રિન્ટ કરતી વખતે ફોટો, નામ, રોલ નંબર અને પરીક્ષા કેન્દ્ર તપાસો અને પરીક્ષાના દિવસે આધાર કાર્ડ / ફોટો આઈડી તમારી સાથે રાખો.





