RRB Recruitment 2024: રેલવેમાં નોકરીની તક 3 ગણી વધી, હવે 18799 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી થશે

RRB Assistant Loco Pilot Recruitment 2024: રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા અગાઉ ભારતીય રેલવેમાં 5696 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી કરવાની ઘોષણા કરવામાં આવી હતી. જો કે હવે ખાલી પદોની સંખ્યા વધારીને ત્રણ ગણી કરવામાં આવી છે.

RRB Assistant Loco Pilot Recruitment 2024: રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા અગાઉ ભારતીય રેલવેમાં 5696 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી કરવાની ઘોષણા કરવામાં આવી હતી. જો કે હવે ખાલી પદોની સંખ્યા વધારીને ત્રણ ગણી કરવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
rrb recruitment 2024 | RRB Assistant Loco Pilot Recruitment 2024 | jobs In railway | railway recruitment board | government job 2024

RRB Recruitment 2024: આરઆરબી ભરતી 2024

RRB Assistant Loco Pilot Recruitment 2024: રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી) દ્વારા ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટ (એએલપી)ની ભરતીમાં ખાલી જગ્યાઓની સંખ્યા વધારવાની જાહેરાત કરી છે. આરઆરબી દ્વારા બુધવાર, 19 જૂન, 2024 ના રોજ બહાર પાડવામાં આવેલા એક જાહેરનામામાં, ખાલી જગ્યાઓની સંખ્યા 5696 થી વધારીને 18799 કરવામાં આવી હતી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઝોનલ રેલવે તરફથી મળેલી વધારાની માંગને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરવામાં આવી હતી, ત્યારબાદ ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

Advertisment

આરઆરબી ભરતી 2024 : પરીક્ષા જુલાઈ-ઓગસ્ટમાં સંભવ

આ અગાઉ આરઆરબી દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની ખાલી પડેલી 5696 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. આ ભરતી માટે અરજી કરનાર યુવાનો પાસે હવે સારી તૈયારી સાથે આ ભરતી દ્વારા રેલવેમાં નોકરી મેળવવાની સોનેરી તક છે. તમને જણાવી દઈએ કે આ ભરતીની અરજી પ્રક્રિયા ફેબ્રુઆરી 2024 માં પૂર્ણ થઈ હતી. હવે પરીક્ષાનો વારો છે. આ પરીક્ષા જુલાઈ-ઓગસ્ટમાં યોજાય તેવી શક્યતા છે.

5 તબક્કામાં પૂર્ણ થશે ભરતી પ્રક્રિયા

તમામ ઝોનલ રેલ્વે માટેની ખાલી જગ્યાઓમાં સુધારો કરવામાં આવ્યો છે અને સૌથી વધુ વધારો દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વે માટે જોવા મળ્યો છે. પૂર્વ મધ્ય રેલ્વે માટે ખાલી જગ્યાઓની સંખ્યામાં કોઈ અપડેટ નથી. આ ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સીબીટી (લેખિત પરીક્ષા) બે તબક્કામાં યોજાશે. આ પછી કોમ્પ્યુટર આધારિત કસોટી થશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને છેલ્લે મેડિકલ ટેસ્ટ બાદ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે.

આ પણ વાંચો | અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 : અમદાવાદમાં મહિલાઓ માટે નોકરીની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Advertisment

ભરતીની તકો ત્રણ ગણી વધી

તમને જણાવી દઈએ કે જે ઉમેદવારોએ આ રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલોટની આ ભરતી માટે અરજી કરી હતી, હવે તેમની નોકરી લાગવાની સંભાવના ઘણી વધી ગઈ છે કારણ કે ખાલી જગ્યાઓમાં વધારો થવાને કારણે પસંદગીની સંભાવના 3 ગણી વધી ગઈ છે. અધિકારીઓએ એ પણ સૂચિત કર્યું છે કે, ઉમેદવારો ને આરઆરબીની તેમની પસંદગીમાં ફેરફાર કરવા અથવા બદલવાની પણ મંજૂરી આપવામાં આવશે, જેના માટે તેઓએ પહેલેથી જ અરજી કરી છે.

રેલવે નોકરી કરિયર સરકારી નોકરી