RPF Constable Exam : આરપીએફ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે યોજાશે

RPF Constable Exam Date : રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએ આરપીએફ કોન્સ્ટેબલ ભરતીની લેખિત પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ શિડ્યુલ રેલવેની ઓફિશિયલ વેબસાઇટ rpf.indianrailways.gov.in ઉપર પણ જોઇ શકાય છે

Written by Ashish Goyal
January 28, 2025 22:13 IST
RPF Constable Exam : આરપીએફ કોન્સ્ટેબલ ભરતીની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે યોજાશે
RPF Constable Exam : રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએ આરપીએફ કોન્સ્ટેબલ ભરતીની લેખિત પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે

RPF Constable Exam Date : રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબીએ આરપીએફ કોન્સ્ટેબલ ભરતીની લેખિત પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરી હતી, તેઓ રેલવેની ઝોનલ વેબસાઇટ્સ પર જઈને સમયપત્રક ચકાસી શકે છે. આ શિડ્યુલ રેલવેની ઓફિશિયલ વેબસાઇટ rpf.indianrailways.gov.in ઉપર પણ જોઇ શકાય છે.

પરીક્ષા ક્યારે યોજાશે?

આરપીએફ કોન્સ્ટેબલ પરીક્ષા 2 માર્ચથી 20 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે એડમિટ કાર્ડ પરીક્ષા શરૂ થવાના 4 દિવસ પહેલા આયોજિત કરાશે. ઉમેદવારોને એડમિટ કાર્ડ પહેલા પરીક્ષા સિટી સ્લિપ પણ મળશે. સીબીટી પરીક્ષા પછી ઉમેદવારોને તેમના પ્રદર્શનના આધારે પીઇટી /પીએમટી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

આ પરીક્ષા 4208 ખાલી જગ્યાઓ માટે લેવામાં આવશે

રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (આરઆરબી) આ ભરતી અભિયાન દ્વારા આરપીએફ કોન્સ્ટેબલની ખાલી પડેલી 4,208 જગ્યાઓ ભરશે. સીબીટીની પરીક્ષા તેનો પ્રથમ તબક્કો છે. આ પરીક્ષા 2 માર્ચથી 20 માર્ચ સુધી લેવામાં આવશે. કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ પછી ઉમેદવારોને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ, શારીરિક માપ પરીક્ષણ અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો – નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશખબર, GSSSBની પરીક્ષાની તારીખ જાહેર

આરપીએફ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારીની ટિપ્સ

  • આ પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો તૈયારીની ટિપ્સ તરીકે સૌથી પહેલા આ વાત અપનાવો કે તેમણે પહેલા એક યોગ્ય ટાઈમ ટેબલ તૈયાર કરવું જોઈએ, જે અંતર્ગત તમે તમામ વિષયો અને ટોપિક્સને કવરી કરી શકો.

  • ઉમેદવારોએ તમામ વિષયો અને ટોપિક્સ પૂર્ણ કરવા માટે અભ્યાસક્રમ અને પરીક્ષાની રીતને સંપૂર્ણપણે અનુસરવું મહત્વપૂર્ણ છે.

  • ઉમેદવારોએ આરપીએફ કોન્સ્ટેબલના પાછલા વર્ષના પ્રશ્નપત્રો સાથે તૈયાર અને પ્રેક્ટિસ કરવી જોઈએ. આ ઉમેદવારોને પરીક્ષાનું માળખું જાણવામાં અને પાછલા વર્ષના પ્રશ્નોની પ્રેક્ટિસ કરવામાં મદદ કરશે.

  • ઉમેદવારોએ દરેક વિષયને સમાનરૂપે વિતરિત કરવા માટે તેમનો સમય મેનેજ કરવાની જરૂર છે

  • ઉમેદવારોએ એ સુનિશ્ચિત કરવા માટે નિયમિતપણે રિવિઝન કરવું જોઈએ કે તેઓ શીખેલી અને પ્રેક્ટિસ કરેલી બધી માહિતીને જાળવી રાખે છે.

  • તમારી જાતને સ્વસ્થ રાખોય તંદુરસ્ત લાઇફ સ્ટાઇલ અપનાવો. પૂરતી ઊંઘ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ