Sabar Dairy Bharti 2025, સાબર ડેરી ભરતી 2025: ડેરી ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી ડેરી સાબર ડેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પડાવામાં આવી છે. અલગ અલગ પોસ્ટ પર લાયક ઉમદેવારો પસંદ કરવા માટે ડેરીએ ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવી છે.
સાબર ડેરી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Sabar Dairy Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા સાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર યુનિયન લિમિટેડ (સાબર ડેરી) પોસ્ટ ટ્રેઈનીથી લઈને મેનેજર સુધી જગ્યા ઉલ્લેખ નથી નોકરીનું સ્થળ ગુજરાત-ગુજરાત બહાર વય મર્યાદા વિવિધ એપ્લિકેશન મોડ ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15-9-2025 ડેરની વેબસાઈટ https://sabardairy.org/
સાબર ડેરી ભરતી 2025 પોસ્ટની વિગતો
- ટ્રેઈની-જુનિયર આસિસ્ટન્ટ(QA/Prod)
- ટ્રેઈની- જુનિયર આસિસ્ટન્ટ (Dairy)
- ટ્રેઈની-આસિસ્ટન્ટ ઓફિસર (Engg)
- ટ્રેઈની ટેક્નિકલ-6
- ટ્રેઈની પ્લાન્ટ ટેક્નિશિયન-2
- ટ્રેઈની સિનિયર આસિસ્ટન્ટ (સિક્યુરિટી)
- ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ(MKtg)
- ટ્રેઈની જુનિયર આસિસ્ટન્ટ (MPO)
- DGM/AGM/Sr.મેનેજર (Engg/project)
Dairy bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
સાબર ડેરી દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ પોસ્ટની ભરતી માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે.જેમાં આઈટીઆઈથી એમ.બી.એ સહિતની ડિગ્રીનો સમાવેશ થાય છે. ઉમદેવારોએ જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે નીચે આપેલું સત્તાવાર નોટીફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
વય મર્યાદા
સાબર ડેરી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 45 વર્ષ છે. જોકે, અલગ અલગ પોસ્ટની મહત્તમ ઉંમર અલગ અલગ નક્કી કરાયેલી છે. જેથી વય મર્યાદા વિશે વધારે જાણવા માટે નોટીફિકેશન વાંચવું.
અરજી કેવી રીતે કરવી?
- સાબર ડેરી ભરતી માટે અરજી કરવા માટે સૌથી પહેલા ઉમેદવારોએ https://sabardairy.org/ ઉપર જઈને અરજી ડાઉનલોડ કરવાની રહશે.
- ત્યારબાદ અરજીમાં જોબ કોડ, પોસ્ટનું નામ, અરજદારનું નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત સહિતની માહિતી ભરીને જરૂરી દસ્તાઓ સાથે નીચે આપેલા સરનામા પર અરજી મોકલવાની રહેશે.
- અરજી 15 સપ્ટેમ્બર 2025 છેલ્લી તારીખ સુધીમાં મળી જાય એવી રીતે મોકલવી
નોટિફિકેશન
અરજી મોકલવાનું સરનામું
મેનેજીંગ ડિરેક્ટરસાબરકાંઠા જિલ્લા કો. ઓપરેટીવ મિક્લ પ્રોડક્શન યુનિયન લિમિટેડ. (સાબર ડેરી)સબ પોસ્ટ- બોરિયાહિંમતનગરજિલ્લો- સાબરકાંઠા – ગુજરાતપીન કોડ નંબર – 383006