સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી : સાબરકાંઠામાં ક્લાર્કથી લઈને અધ્યાપક સુધી નોકરી મેળવવાની સુવર્ણ તક, સરકારના નિયમ પ્રમાણે મળશે પગાર

Sabar Gram Seva Mahavidyalaya Recruitment : સાબર ગ્રામસેવા મહાવિદ્યાલ સોનાસણ દ્વારા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થા દ્વારા કૂલ 07 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

Written by Ankit Patel
September 10, 2024 12:18 IST
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી : સાબરકાંઠામાં ક્લાર્કથી લઈને અધ્યાપક સુધી નોકરી મેળવવાની સુવર્ણ તક, સરકારના નિયમ પ્રમાણે મળશે પગાર
સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી - photo - Social media

Sabarkantha Bharti,Sabar Gram Seva Mahavidyalaya Recruitment, સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી : સાબરકાંઠા અને આજુબાજુ જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સાબરકાંઠામાં નોકરી મેળવવાનો સુવર્ણ તક આવી ગઈ છે. સાબર ગ્રામસેવા મહાવિદ્યાલ સોનાસણ દ્વારા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થા દ્વારા કૂલ 07 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, લાયકાત, અરજી પ્રક્રિયા, એપ્લિકેશન મોડ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા.

સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાસાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય, સોનાસણ, સાબરકાંઠા
પોસ્ટશૈક્ષણિક અને બિનશૈક્ષણિક
જગ્યા7
એપ્લિકેશન મોડઓફલાઈન
વયમર્યાદાવિવિધ
જાહેરાત બહાર પડ્યાની તારીખ5 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખજાહેરાત બહાર પાડ્યાથી 15 દિવસની અંદર
સત્તાવાર વેબસાઈhttps://www.sabargram.com/

સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
અધ્યાપક(માનવવિદ્યા)1
અધ્યાપક(બાગાયત)1
હિસાબનીશ1
શ્રમ સંયોજક1
ગ્રંથપાલ1
જૂનિયર ક્લાર્ક1
સ્ટોકમેન1
કૂલ7

સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • અધ્યાપક (માનવવિદ્યા) – એમ.એ. 55 ટકા ગુણ, એમ.એસ.સી. 55 ટકા ગુણ(અર્થશાસ્ત્ર-ઇતિહાસ-રાજનીતિ-સમાજશાસ્ત્ર-ગાંધીવિચાર-હોમસાયન્સ-પર્યાવરણશાત્ર)

  • અધ્યાપક (બાગાયત) – એમ.એસ.સી (એગ્રી) 55 ટકા, એમ.આર.એસ. 55 ટકા

  • હિસાબનીશ – એણ.બી.એ અથવા એમ.સી.એ અથવા એમ.કોમ અથવા એમ.એસ.સી (ગણિતશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર) અથવા એમ.એ (આંકડાશાસ્ત્ર) ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

  • શ્રમ સંયોજક – બી.આર.એસ. પ્રથમ વર્ગ અથવા બી.એસ.સી એગ્રી પ્રથમ વર્ગ

  • ગ્રંથપાલ – સ્થાનક અને બી.લિબ. પ્રથમ વર્ગ, એમ.લિબને પ્રથમ પસંદગી

  • જૂનિયર ક્લાર્ક – ધોરણ 12 પાસ તેમજ માન્ય સસ્થામાંથી કમ્પ્યુટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ.

  • સ્ટોકમેન – બી.આર.એસ. પ્રથમ વર્ગ અથવા સ્ટોકમેન પ્રમાણપત્ર સાથે બી.આર.એસ.

સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે વયમર્યાદા અને પગાર ધોરણ

પોસ્ટવયમર્યાદાપગાર (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ)
અધ્યાપક(માનવવિદ્યા)37 વર્ષ₹38,090
અધ્યાપક(બાગાયત)37 વર્ષ₹38,090
હિસાબનીશ35 વર્ષ₹ 31,340
શ્રમ સંયોજક35 વર્ષ₹ 31,340
ગ્રંથપાલ35 વર્ષ₹ 31,340
જૂનિયર ક્લાર્ક33 વર્ષ₹19,950
સ્ટોકમેન35 વર્ષ₹19,950

સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ભરતી માટે લેખિત પરીક્ષાની પદ્ધતિ, અભ્યાસક્રમ તથા ગ્રામ વિદ્યાપીઠના કર્મચારીઓ માટેની આચારસંહિતા તેમજ અન્ય નિયમો, શરતો, સંસ્થાની વેબસાટી www.sabargram.com પર જોઈને સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે. સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે.

ઉમેદવારો માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

  • જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયા (5-9-2024)થી દિન -15માં જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે રજી.એ.ડી.થી નીચેના સરનામે મળે તે રીતે અરજી કરવાની રહેશે.
  • સરકારના ગ્રામ વિદ્યાપીઠો માટેની આચારસંહિતા તથા એન.ઓ.સીની શરતો અને નિયમોનું નિમણૂંક પામનાર કર્મચારીએ ચૂસ્તપણે પાલન કરવાનું રહશે. લેખિત સંમતિપત્ર આપવાનું રહેશે.
  • લેખિત પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી અને રૂપિયા પ્રોસેસ ફી નો ડી.ડી. આચાર્ય, સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય, સોનાસણના નામનો જોડવાનો રહેશે.

અરજી મોકલવાનું સરનામું

આચાર્ચશ્રી, સાબર ગ્રામસેવા મહાવિદ્યાલય, મુ. સોનાસણ, તા. પ્રાંતિજ, જિલ્લો- સાબરકાંઠા, પીન – 383210

આ પણ વાંચોઃ- સાબરકાંઠા ભરતી : સાબરકાંઠામાં નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી જ માહિતી

ખાસ નોંધા

અધ્યાપકની જગ્યાઓ અનામત કક્ષાની હવોાથી અરજી માટે કોઈ ફી નથી. બિનશૈક્ષણિકની જગ્યાઓ માટે એક કરતાં વધુ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોએ દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની તથા ફી ભવાની રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ