/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Sabarmati-gas-recruitment-2025.jpg)
સાબરમતી ગેસ ભરતી - photo - Social media
Sabarmati gas recruitment 2025, સાબરમતી ગેસ ભરતી : ગાંધીનગર અને આસપાસ રહેતા તેમજ નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી અંગે મહત્વના સમાચાર આવી ગયા છે. સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
સાબરમતી ગેસ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સાબરમતી ગેસ ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થા | સાબરમતી ગેસ લિમિટેડ (SGL) |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | ગાંધીનગર |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 20-2-2025 |
| ક્યાં અરજી કરવી | www.sabarmatigas.in/career.php |
સાબરમતી ગેસ ભરતી પોસ્ટની વિગતો
| વિભાગ | પોસ્ટ |
| ઓડિટ વિભાગ | સિનિયરમેનેજર/ચીફ મેનેજર |
| લિગલ વિભાગ | ડેપ્યુટી મેનેજર/મેનેજર |
| HSE | એક્ઝિક્યુટિવ એચએસઈ |
શૈક્ષણિક લાયકાત
ડેપ્યુટી મેનેજર / મેનેજર (કાનૂની વિભાગ)
- માન્ય ભારતીય યુનિવર્સિટીઓ / સંસ્થાઓમાંથી LLB / 5 વર્ષની સંકલિત કાયદાની ડિગ્રી. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ડિગ્રી.
- પોસ્ટ-એજ્યુકેશનના ઓછામાં ઓછા 8 વર્ષનો અનુભવ
વરિષ્ઠ મેનેજર / ચીફ મેનેજર (ઓડિટ વિભાગ)
- માન્ય ભારતીય યુનિવર્સિટીઓ/સંસ્થાઓમાંથી C.A (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ).
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં ઓછામાં ઓછા 12 વર્ષનો અનુભવ
એક્ઝિક્યુટિવ (HSE વિભાગ)
- ફાયર એન્ડ સેફ્ટી એન્જિનિયરિંગમાં BE / B. ટેક અથવા • BE કેમિકલ / BE મિકેનિકલ + એડવાન્સ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી (ADIS/PDIS)
- કામનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ
વય મર્યાદા
| પોસ્ટ | વયમર્યાદા |
| ડેપ્યુટી મેનેજર/મેનેજર | 31-35 વર્ષ |
| વરિષ્ઠ મેનેજર/ચીફ મેનેજર | 38-40 વર્ષ |
| એક્ઝિક્યુટિવ | 26-28 વર્ષ |
પગાર ધોરણ
સાબરમતી ગેસ ભરતી અંતર્ગત બહાર પાડવામાં આવેલી પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેવદારોને સંસ્થાએ નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી
- અરજી કરવા માટે ઉમેદવારોએ સૌથી પહેલા સાબરમતી ગેસની વેબસાઈટ ઉપર https://www.sabarmatigas.in/ જવું
- જ્યાં કરિયર ઓપ્શન ઉપર ક્લિક કરવું
- અહીં વિવિધ પોસ્ટ માટેની ભરતીની વિગતો આપવામાં આવી હશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તેના ઉપર ક્લિક કરવું
- ત્યારબાદ પોસ્ટની વધારે વિગતો અને અરજી ફોર્મ ખુલશે
- અહીં માંગેલી વિગતો ભરતી ફોર્મ સબમિટ કરવું
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે સાબરમતી ગેસ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશન અથવા સંસ્થાની સાઈટ ઉપર આપેલી માહિતી ધ્યાન પૂર્વક વાંચવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us