SAI Recruitment 2025: જો તમને રસોઈ બનાવવામાં રસ હોય અને તમે આ શોખને વ્યવસાયમાં ફેરવવા માંગતા હો, તો આ તમારા માટે એક ઉત્તમ તક છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સહાયક રસોઇયાની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.. SAI એ આ પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પદ માટે 17 ઓક્ટોબર, 2025 સુધીમાં સાંજે 5 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઇટ, sportsauthorityofindia.gov.in પર અરજી કરી શકે છે.
SAI ભરતી 2025 અંતર્ગત સહાયક રસોઈયા પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
SAI bharti 2025 ની મહત્વપૂર્ણ વિગતો
સંસ્થા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) પોસ્ટ સહાયક રસોઇયા જગ્યા 1 વય મર્યાદા મહત્તમ 50 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2025 ક્યાં અરજી કરવી sportsauthorityofindia.gov.in
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી પોસ્ટની વિગતો
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સહાયક રસોઇયાની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે.. SAI એ આ પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ પદ માટે 17 ઓક્ટોબર, 2025 સુધીમાં સાંજે 5 વાગ્યા સુધી સત્તાવાર વેબસાઇટ, sportsauthorityofindia.gov.in પર અરજી કરી શકે છે.
SAI Recruitment 2025: શૈક્ષણિક લાયકાત
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં સહાયક રસોઇયા બનવા માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી હોટેલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેકનોલોજી/બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ/BSSc ઇન કલિનરી આર્ટ્સ/BA ઇન કલિનરી આર્ટ્સ વગેરેમાં ડિગ્રી હોવી આવશ્યક છે, અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કલિનરી આર્ટ્સ/ફૂડ પ્રોડક્શનમાં અનુસ્નાતક ડિપ્લોમા અથવા સમકક્ષ, અને સંબંધિત ક્ષેત્રમાં 1 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
SAI Vacancy 2025 : વય મર્યાદા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં સહાયક રસોઇયા પોસ્ટ માટે અરજી કરી કરનાર ઉમેદવારની ઉંમર મહત્તમ 50 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પ્રતિ માસ ₹50,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
અંતિમ મેરિટ યાદી ફક્ત ઇન્ટરવ્યુના આધારે નક્કી કરવામાં આવશે.
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ https://sportsauthorityofindia.nic.in/saijobs પર ઉપલબ્ધ એપ્લિકેશન લિંક દ્વારા જ અરજી કરવાની રહેશે.
- તમારી પાસે માન્ય ઇમેઇલ આઈડી અને ફોન નંબર પણ હોવો આવશ્યક છે.
- તમારે ફોર્મમાં તમારી જન્મ તારીખ, નામ અને માતાપિતાનું નામ તમારા 10મા અને 12મા ધોરણની માર્કશીટના આધારે ભરવાનું રહેશે.
- જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ પ્રમાણપત્રો, પાસપોર્ટ કદનો રંગીન ફોટોગ્રાફ અને સ્કેન કરેલ સહી અપલોડ કરો.
- જો તમે કેન્દ્ર/રાજ્ય સરકાર/સ્વાયત્ત સંસ્થાઓમાં કાર્યરત છો, તો તમારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની સ્કેન કરેલી નકલ પણ અપલોડ કરવી આવશ્યક છે.
- છેલ્લે, ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મ પ્રિન્ટ કરો
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.