Sardar Patel University Recruitment, સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી 2024 : નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે વલ્લભ વિદ્યાનગરમાં નોકરી કરવાની સારી તક આવી ગઈ છે. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વિવિધ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી બહાર પાડી છે. આ માટે સંસ્થાએ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે વિવિધ 77 પોસ્ટ પર ભરતી કરવા માટે યુનિવર્સિટીએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી 2024 માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી માટેની મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા સહિતની તમામ મહત્વ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી માટે મહત્વપૂર્ણ માહિતી
સંસ્થા x સંસ્થા સરદાર પટેલ યુનિવર્સિટી પોસ્ટ વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર એપ્લિકેશન મોડ ઓનલાઈન છેલ્લી તારીખ 29 જૂન 2024 અરજી ફી ₹ 250 – ₹ 500 સત્તાવાર વેબસાઈટ https://www.spuvvn.edu
સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી પોસ્ટની વિગતો
વિભાગ પોસ્ટ જગ્યા કેમેસ્ટ્રી એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 03 બાયો સાયન્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 06 હોમ સાયન્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 ઈલેટ્રોનીક્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 મટેરિયલ સાયન્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 સ્ટેટેસ્ટીક એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 01 M.Sc.- QPM એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 01 M.Sc. એપ્લાય સ્ટેટેસ્ટિક એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 IICISST એન્વોર્મેન્ટલ સાયન્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 IICISST M.Sc. એડવાન્સ ઓર્ગેનિક કેમેસ્ટ્રી એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 IICISST B.Sc. કેમેસ્ટ્રી એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 IICISST B.Sc. એલ્પાય ફિઝિક્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 IICISST B.Sc. બાયોમેડિકલ સાયન્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 સાયકોલોજી એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 01 પોલિટિકલ સાયન્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 01 અંગ્રેજી એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 01 સંસ્કૃત એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 03 સોસિયલ વર્ક એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 04 લો ડિપાર્ટમેન્ટ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 05 કમ્પ્યુટર સાયન્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 03 એમબીએ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 02 ફાર્માસ્યુટિકલ સાયન્સ એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 13 M.Ed. & B. Ed સ્પેશિયલ એજ્યુકેશન એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસર 04
સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી માટે અરજી ફી
- એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે ₹250
- અન્ય કેટેગરીના ઉમેદવારો માટે ₹500
સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલી ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ વિભાગ માટે એડહોક આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી માટે જેતે વિષયના નિષ્ણાંત હોવા જોઈએ આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આપેલું નોટિફિકેશન ઝીણવટ પુર્વક વાંચવું.
આ પણ વાંચો
- ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી
- ગણપત યુનિવર્સિટી ભરતી 2024, ડીનથી લઈને પ્રોફેસર સુધી બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
કેવી રીતે અરજી કરવી?
સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આપેલા સ્ટેપ અનુસરવા
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://rms.spuportal.in/.
- Employment Notice No: B/S/2/1377 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
મહત્વની તારખો
સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ 29 જૂન 2024 સાંજના 5.30 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જ્યારે ઓનલાઈન એપ્લિકેશનની હાર્ડકોપી સબમીટ કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2024 રાખવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા આપેલું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક ચોક્કસ વાંચવું.





