/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/09/Saurashtra-jobs.jpg)
સૌરાષ્ટ્રમાં નોકરીઓ - photo- freepik
Saurashtra University Vacancies 2025: સૌરાષ્ટ્રમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ 41 બિન શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ માટે યુનિવર્સિટીએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2025ની મહત્વની માહિતી
| સંસ્થા | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ |
| પોસ્ટ | બિન શૈક્ષણિક સ્ટાફ-વિવિધ |
| જગ્યા | 41 |
| વય મર્યાદા | વિવિધ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 18 જાન્યુઆરી 2026 |
| ક્યાં અરજી કરવી | saurashtrauniversity.ac.in |
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવિધ પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| PS to VC સ્ટેનોગ્રાફર | 1 |
| જુનિયર સુપ્રિટેન્ડેન્ટ | 6 |
| જુનિયર સ્ટેનોગ્રાફર | 1 |
| સ્ટોર કિપર | 2 |
| ઈલેટ્રીકલ સુપરવાઈઝર | 1 |
| સિનિયર આસિસ્ટન્ટ | 20 |
| ફ્રેન્કિંગ મસિન ઓપરેટર | 1 |
| આસિસ્ટન્ટ કમ ક્લાર્ક, કમ ડેટા ઓપરેટર | 9 |
| કુલ | 41 |
શૈક્ષણિક લાયકાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે ઉમેદવારો પાસે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. જેથી ઉમેદવારોએ જેતે પોસ્ટ વિશેની શૈક્ષણિક લાયકાત અંગે વિગતવાર માહિતી મેળવવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર(ફિક્સ) |
| PS to VC સ્ટેનોગ્રાફર | ₹49600 |
| જુનિયર સુપ્રિટેન્ડેન્ટ | ₹40800 |
| જુનિયર સ્ટેનોગ્રાફર | ₹40800 |
| સ્ટોર કિપર | ₹40800 |
| ઈલેટ્રીકલ સુપરવાઈઝર | ₹40800 |
| સિનિયર આસિસ્ટન્ટ | ₹26000 |
| ફ્રેન્કિંગ મસિન ઓપરેટર | ₹26000 |
| આસિસ્ટન્ટ કમ ક્લાર્ક, કમ ડેટા ઓપરેટર | ₹26000 |
અરજી ફી
| કેટેગરી | ફી |
| જનરલ | ₹1000 |
| SC/ST/SEBC/PwBD/EWS | ₹750 |
પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા (Exam-A / Exam-B) તથા/અથવા ઇન્ટરવ્યુ
- પરીક્ષાની તારીખો અને સમયપત્રક યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરશો?
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ saurashtrauniversity.ac.in પર જાઓ.
- ભરતી વિભાગમાં જઈને સંબંધિત જાહેરાત (RC નંબર) પસંદ કરો.
- ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને ફી ભરો.
- ફાઈનલ સબમીટ કર્યા બાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ આઉટ કાઢી લેવી
આ પણ વાંચોઃ-ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
મહત્વપૂર્ણ સૂચનાઓ
દરેક પદ માટે અલગ અરજી ફરજિયાત છે.
લાયકાત, ઉંમર અને અનુભવ અંગેની વિગતો જાહેરાત મુજબ ચકાસી લો.
PwBD ઉમેદવારો માટે ખાસ જોગવાઈઓ લાગુ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us